Baroda

વડોદરામાં ડ્રેનેજની કામગીરીને કારણે દિવાળીપુરા-શ્રેણિકપાર્ક સર્કલ રોડ 6 મહિના બંધ,પંડ્યા બ્રિજ પાસેનો સર્વિસ રોડ પણ બંધ

By GS Team
25 Nov 20261 min read
TukuTouch Logo
શહેરમાં વિકાસ કાર્યોને કારણે 2 સ્થળોએ માર્ગો બંધ કરાયા છે. દિવાળીપુરા જંક્શન રોડથી શ્રેણિક પાર્ક સુધીનો રસ્તો ડ્રેનેજ કામગીરી માટે આજથી 6 મહિના, એટલે કે 1-6-2027 સુધી બંધ રહેશે. વૈકલ્પિક રૂટ જાહેર કરાયો છે. આ ઉપરાંત, બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લીધે પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ સુધીનો અટલ બ્રિજનો સર્વિસ રોડ પણ 7 દિવસ માટે બંધ રહેશે, જેના માટે વૈકલ્પિક માર્ગ અપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ડ્રેનેજની કામગીરીને કારણે દિવાળીપુરા-શ્રેણિકપાર્ક સર્કલ રોડ 6 મહિના બંધ,પંડ્યા બ્રિજ પાસેનો સર્વિસ રોડ પણ બંધ

શહેરમાં વિકાસના કામોને અનુલક્ષીને બે સ્થળે માર્ગ બંધ કરવામાં આવ્યાનું જણાવતું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
દિવાળીપુરા જંક્શન રોડ થી યોગા સર્કલ થઇ શ્રેણિક પાર્ક સુધીના માર્ગ પર કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવનાર હોવાથી આજથી છ મહિના માટે એટલેકે તા.૧-૬-૨૦૨૭ સુધી રસ્તો બંધ રહેશે.
આ માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક રૃટ જાહેર કર્યો છે.જેમાં ઘડિયાળ સર્કલથી દિવાળીપુરા તરફ જતા રસ્તે પંજાબ બેન્કના કટ થી ડાબી બાજુ વળી શાંતમ બંગ્લોઝથી રેસકોર્સ જૈન મંદિર,નિલકંઠ સોસાયટીથી દિવાળીપુરા થઇ મલ્હાર પોઇન્ટ સુધી આવ-જા કરી શકાશે. જ્યારે,ગાય સર્કલથી યોગા સર્કલ જવા માટે ગાય સર્કલથી ડાબી બાજુ અકોટા સ્ટેડિયમ થી મનિષા સર્કલ તરફ જઇ શકાશે અને આવી જ રીતે ગાય સર્કલથી જમણી બાજુ ઊર્મિ સર્કલથી ડાબીબાજુ થઇ મલ્હાર પોઇન્ટ જઇ શકાશે.
આવી જ રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઇને આજથી પંડયા બ્રિજથી ગેંડા સર્કલ સુધીનો અટલ બ્રિજનો સર્વિસ રોડ પણ સાત દિવસ માટે બંધ કરાયો છે.આ માટે વૈકલ્પિક રૃટ અપાયો છે.જેમાં પંડયા બ્રિજથી અટલ બ્રિજ ઉપર થઇને તેમજ પંડયા બ્રિજથી ગેંડા સર્કલ જવા માટે તમામ વાહનો સર્વિસ રોડની બાજુના માર્ગનો ઉપયોગ કરી શકશે.