Baroda

ગુજરાતમાં દિવાળીના પર્વના કારણે 20000 કરોડ સુધીનો વેપાર થાય તેવો અંદાજ

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારોનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. વેપારી સંગઠન કેટ (CAIT) ના અનુમાન મુજબ, આ દિવાળીમાં દેશભરમાં 7 લાખ કરોડ રૂપિયાનો વેપાર થશે. ગુજરાતમાં 18000 થી 20000 કરોડ અને વડોદરામાં 1000 થી 1500 કરોડનો વેપાર થવાની અપેક્ષા છે. લાઈટિંગ, કપડાં, મીઠાઈ-ફરસાણ, ઈલેક્ટ્રોનિક્સ અને સોના-ચાંદીના વેચાણમાં ઉછાળો જોવા મળશે, જે નાના વેપારીઓ અને સ્થાનિક ઉત્પાદકોને સીધો લાભ આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં દિવાળીના પર્વના કારણે 20000 કરોડ સુધીનો વેપાર થાય તેવો અંદાજ

નવરાત્રી પર્વ બાદ હવે દિવાળીના તહેવારોનું કાઉન્ટ ડાઉન શરુ થયું છે.મોંઘવારીનો માહોલ હોવા છતા દિવાળીના કારણે બજારોમાં ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.વેપારી સંગઠન કેટ( કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ)નું અનુમાન છે કે, નવરાત્રીથી દીવાળી સુધીમાં દેશમાં સાત કરોડ રુપિયાનો વેપાર થશે.
કેટના ગુજરાત પ્રમુખ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પરેશ પરીખનું કહેવું છે કે, દિવાળીની ખરીદીમાં બોનસ પણ મહત્વનો ભાગ ભજવતું હોય છે.અમારા અંદાજ પ્રમાણે ગુજરાતમાં ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ કરોડ રુપિયાનો વેપાર થશે.જેમાં વડોદરામાં ૧૦૦૦ થી ૧૫૦૦ કરોડના વેપારની ગણતરી છે.તેમના કહેવા પ્રમાણે દિવાળી પર્વની ખરીદીનો લાભ લાઈટિંગ, સજાવટ, કપડા, ફરસાણ અને મીઠાઈ, કેટરિંગ, ટ્રાન્સપોર્ટેશન, ટુરિઝમ, ઈવેન્ટ મેનેજમેન્ટ, પેકેજિંગ અને ડિલિવરી જેવા ક્ષેત્રોને સૌથી વધારે મળશે.સોના ચાંદીના ભાવ જો ઘટતા રહ્યા તો લોકો તેની પણ વધારે ખરીદી કરી શકે છે.દિવાળીના કારણે નાના વેપારીઓ અને સ્થાનિક ઉત્પાદકોને સીધુ બજાર મળશે.ગત વર્ષે દિવાળીમાં લગભગ ૬ લાખ કરોડ રુપિયાનો વેપાર થયો હતો.જેમાં ૫.૪૦ લાખ કરોડ રુપિયાની વસ્તુઓની ખરીદી હતી.જ્યારે સર્વિસ સેકટરનો બિઝનેસ ૬૫૦૦૦ કરોડ રુપિયા જેટલો રહ્યો હતો.આ વર્ષે દિવાળીનો વેપાર સાત લાખ કરોડ ઉપર જાય તેવી શક્યતા છે.ખાસ કરીને સર્વિસ સેકટરનો બિઝનેસ ૮૦૦૦૦ કરોડતી એક લાખ કરોડ પર પહોંચી શકે છે.

કયા સેકટરનો કેટલો હિસ્સો રહેવાની શકયતા
કરિયાણું અને એફએમસીજી ૧૨ ટકા
સોનુ- ચાંદી ૧૦ ટકા
ઈલેક્ટ્રોનિક્સ ૮ ટકા
કન્ઝ્યુમર ડયુરેબલ ૭ ટકા
રેડીમેડ ગાર્મેન્ટસ ૭ ટકા
ગિફ્ટ ૭ ટકા
હોમ ડેકોર ૫ ટકા
મીઠાઈ- ફરસાણ ૫ ટકા
ટેક્સટાઈલ ફેબ્રિક ૪ ટકા
પૂજા સામગ્રી ૩ ટકા
ફ્રુટ અને ડ્રાયફ્રુટ ૩ ટકા
બેકરી આઈટમસ ૩ ટકા
ફૂટવેર ૨ ટકા
અન્ય વસ્તુઓ ૧૯ ટકા