દિવાળી-છઠ્ઠ પર્વે ભીડને પહોંચી વળવા ક્લોન ટ્રેનો દોડાવવા માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને નિયમિત ટ્રેનોના માર્ગ પર જ વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાની માગ ઉઠી છે.
વડોદરા રેલવે પેસેન્જર્સ એસોસિએશન દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરાઈ છે કે દિવાળી અને છઠ્ઠ પૂજાના શરૃઆતના ૧૫ દિવસ દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડ રહે છે. ખાસ કરીને કામદારો નિયમિત ટ્રેનોના સામાન્ય ડબ્બામાં મુસાફરી કરતા હોવાથી મુશ્કેલીનો સામનો કરે છે.
એસોસિએશને અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ, બાંદ્રા-બરૌની અવધ એક્સપ્રેસ, અમદાવાદ-અજીમાબાદ એક્સપ્રેસ, અમદાવાદ-સહરસા એક્સપ્રેસ , અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ અને બાંદ્રા-અમૃતસર ટ્રેનોના સમયની આસપાસ વધારાની ટ્રેનો દોડાવવાની માગ કરી છે. આ ઉપરાંત , વડોદરાથી રતલામના માર્ગે હરિદ્વાર અને અયોધ્યાના માર્ગે ગોરખપુર માટે પણ સ્પેશ્યલ ટ્રેનો શરૃ કરવા જણાવાયું છે.
વધુમાં ઉમેર્યું કે નિયમિત ટ્રેનોમાં જે મુસાફરોની ટિકિટ કન્ફર્મ ન થાય, તેમને વધારાની ક્લોન ટ્રેનમાં ઉપલબ્ધ બેઠકો અનુસાર આરક્ષણ ફાળવવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ સુરતના માર્ગે અંકલેશ્વર-સમસ્તીપુર, વડોદરા-દરભંગા, વડોદરા-મઉ, અંકલેશ્વ-રક્સૌલ અને ભરૃચ-પટના વચ્ચે વધારાની ટ્રેનો દોડાવવાની પણ માગ છે.
ટ્રેનોમાં વધારાના જનરલ કોચ જોડવાની પણ માગ
વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશને પશ્વિમ રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરી છે કે આગામી તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને નિયમિત ટ્રેનોમાં ૨થી ૩ વધારાના જનરલ કોચ જોડવામાં આવે તો મુસાફરોને તેનો સીધો લાભ મળી શકે એમ છે.




