મુસાફરો માટે નવી ટ્રેન, સ્ટોપેજ અને અંડરપાસની માગ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેના જનસંવાદ કાર્યક્રમમાં ડીઆરયુસીસી સભ્યએ ડભોઈ અને આસપાસના વિસ્તારના મુસાફરોની સુવિધા માટે વિવિધ રજૂઆતો કરી હતી.
રજૂઆત મુજબ, ટાંડા રોડથી પ્રતાપનગર વચ્ચે શરૃ થયેલી આંતરરાજ્ય ટ્રેનને સંખેડા-બહાદરપુર સ્ટેશન પર ત્રણ મિનિટનું સ્ટોપેજ આપવા, એકતા નગરથી અમદાવાદ જતી શતાબ્દી એક્સપ્રેસમાં બે સામાન્ય શ્રેણીના કોચ ઉમેરવા, એકતા નગરથી વડોદરા આવવા સાંજે ૬.૩૦ કલાક દરમિયાન એક ટ્રેન શરૃ કરવાની રજૂઆત કરાઈ છે.
ડભોઈના મહુડી ભાગોળ રેલવે ફાટક પર ભવિષ્યમાં ટ્રેનોની સંખ્યા વધતાં ફાટક વારંવાર અને લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરીને ત્યાં અંડરપાસ બનાવવા માટે અત્યારથી જ સર્વે હાથ ધરવાની માગ કરાઈ છે.
ડભોઈ-કરજણ ટ્રેનનો ઉપડવાનો સમય વહેલો કરવામાં આવે અને કરજણથી પરત ફરવાનો સમય મોડો રાખવામાં આવે તો વધુ મુસાફરોને અનુકૂળતા મળી શકે તેમ છે. આ ઉપરાંત, અલીરાજપુરથી ભરૃચ અને સુરત સુધી નવી ટ્રેનો શરૃ કરવા તેમજ અલીરાજપુરથી અમદાવાદ સુધીની સીધી રેલવે સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પણ રજૂઆત છે.




