એફઆરસી સમક્ષ ફીની દરખાસ્તો રજૂ કરવાની સમય મર્યાદા લંબાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા એફઆરસી સમક્ષ આગામી ત્રણ વર્ષની ફી નક્કી કરવા માટેની દરખાસ્તો રજૂ કરવા માટે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોને અપાયેલી સમય મર્યાદામાં આખરે વધારો કરવામાં આવ્યો છે.
મળતી જાણકારી અનુસાર અગાઉ દરખાસ્તો રજૂ કરવા માટે તા.૯ ઓકટોબર સુધીની સમય મર્યાદા આપવામાં આવી હતી.જે લંબાવવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા ડીઈઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
એ પછી આજે ડીઈઓ કચેરી દ્વારા પરિપત્ર પાઠવીને તમામ સ્કૂલોને જાણ કરવામાં આવી છે કે, તા.૨૮ થી ૩૦ ઓકટોબર દરમિયાન સ્કૂલોની દરખાસ્તોની ફાઈલ ડીઈઓ કચેરી ખાતે બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં સ્વીકારવામાં આવશે.આ સમય મર્યાદામાં કોઈ સ્કૂલ દરખાસ્ત નહીં જમા કરાવે તો તેની જવાબદારી સબંધિત શાળાના આચાર્ય અને સંચાલક મંડળની રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા ઝોન એફઆરસી દ્વારા હવે ૨૦૨૭-૨૮, ૨૦૨૮-૨૯ અને ૨૦૨૯-૩૦ એમ ત્રણ વર્ષ માટે સ્કૂલોની ફી નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જોકે સ્કૂલોને આ માટેની દરખાસ્ત રજૂ કરવા માટે અપાયેલો સમય ઓછો હોવાથી તેની સામે શાળા સંચાલકોએ વિરોધ કર્યો હતો.




