Baroda

પિતાએ મોબાઇલ લઇ લેતા પુત્રીનો આપઘાત

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
શહેરના પ ૂર્વ વિસ્તારમાં 17 વર્ષીય સગીરાએ ત્રીજા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો. ધો.12માં અભ્યાસ કરતી આ કિશોરીનો મોબાઈલ ફોન તેના પ્રેમી સાથેની વાતચીત ધ્યાને આવતા પિતાએ લઈ લીધો હતો. મોબાઈલ પરત ન મળતા આવેશમાં આવી તેણે આ અંતિમ પગલું ભર્યું. પાણીગેટ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતાએ મોબાઇલ લઇ લેતા પુત્રીનો આપઘાત

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરી પાસેથી પિતાએ મોબાઇલ લઇ લેતા આવેશમાં આવીને તેણે ત્રીજા માળેથી નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પૂર્વ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરી ધો.૧૨ માં અભ્યાસ કરે છે. પ્રેમી યુવક સાથેની તેની વાતચીત તેના પરિવારના ધ્યાને આવી હતી.જેથી,પિતાએ તેનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. મોબાઇલ ફોન પરત માગવા છતાં પિતાએ મોબાઇલ ફોન નહીં આપતા પુત્રીએ ત્રીજા માળેથી નીચે કૂદીને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.