વડોદરા: APK ફાઈલ ડાઉનલોડ કરતા વકીલ સાથે ₹4.72નું ફ્રોડ, ઉજ્જૈન દર્શન-હોટેલ બુકિંગ માટે ChatGPTની મદદ લેતા વૃદ્ધે 70 હજાર ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Senior Citizen Cyber Fraud Vadodara: વડોદરામાં સાયબર ફ્રોડની બે અલગ અલગ ઘટનામાં સિનિયર સિટીઝનોએ કુલ ₹5.14 લાખથી વધુની રકમ ગુમાવી છે. જેમાં એક વકીલે સિનિયર સિઝીટન કાર્ડની ઓફરમાં છેતરપિંડીનો ભોગ બન્યા હતા. જેમાં ઠગોએ APK ફાઈલના નામે વકીલના ₹4.72 લાખ પડાવી લીધા હતા. જ્યારે અન્ય એક ઘટનામાં ઉજ્જૈનના મહાકાલના દર્શન અને હોટેલ બુકિંગ માટે ChatGPTની મદદ લેવી વૃદ્ધને ભારે પડી હતી. જેમાં રૂમ બુકિંગ ફ્રોડમાં વૃદ્ધે 70 હજાર ગુમાવ્યા હતા. બંને ઘટના અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
APK ફાઈલના નામે વકીલ સાથે ₹4.72 લાખનું ફ્રોડ
વડોદરામાં APK ફાઈલના નામે સાયબર ઠગોએ એક સિનિયર વકીલ સાથે ₹4.72 લાખની છેતરપિંડી કરી હોવાની સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે. ઓપી રોડની મિહિર પાર્ક સોસાયટીમાં રહેતા સિનિયર વકીલ સુધાંશુ ભટ્ટે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, 26 ઑક્ટોબરના રોજ મોબાઈલ પર સર્ફિંગ કરતી વખતે એક એડવર્ટાઈઝમેન્ટ પોપ-અપ થઈ હતી. જેમાં બેન્ક ઓફ ઇન્ડિયા(BOI)ના સિનિયર સિટીઝન કાર્ડની ઓફરમાં એપ્લાય કરતાં વકીલને એક ફોન આવ્યો હતો. જેમાં ડેબિટ કાર્ડનો પીન નંબર માગતા વકીલે નંબર આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આવેલા ફોનમાં BOIમાંથી વાત કરતા હોવાનું કહી એક APK ફાઈલ મોકલવામાં આવી હતી.
સાયબર ઠગે વકીલને ફોન ચાલુ રખાવીને બધી વિગતો ભરવા કહ્યુ હતુ. આ દરમિયાન 16 મિનિટ વાતચીત ચાલ્યા બાદ ફોન અચાનક હેંગ થઈ ગયો હતો અને ફોન કરનારે ફોન કટ કરી દીધો હતો. જો કે, આ બનાવના બે દિવસ પછી વકીલે બેંક બેલેન્સ ચેક કરતાં ₹4.72 લાખ ઉપડી ગયા હોવાનું જણાયુ હતુ.
ઉજ્જૈનના મહાકાલ નિવાસના નામે છેતરપિંડી, સિનિયર સિટીઝનના 70000 પડાવ્યા
વડોદરાના સિનિયર સિટીઝનને ઉજ્જૈનના મહાકાલના દર્શન માટે ઓનલાઈન બુકિંગ તેમજ હોટેલ બુકિંગ કરાવવાના નામે ઠગોએ ₹70 હજારથી વધુ રકમ પડાવી લીધી હતી. અકોટા રોડ પર આરસી પટેલ એસ્ટેટ નજીક રહેતા સિનિયર સિટીઝન જયપ્રકાશ પાંડે 14 ઑક્ટોબરે ઉજ્જૈનના મહાકાલના દર્શને જવા માટે ChatGPT માંથી બુકિંગની વિગતો મેળવતા શ્રી મહાકાલ ભવનના નામે એક લિંક મળી હતી. જેના ઉપર તેમણે વિગતો મેળવતા મારો કોલ ફોરવર્ડ થયો હતો અને વાત કરનાર વ્યક્તિએ રૂમ બુકિંગની વિગતો મેળવી હતી. જેમાં રૂમ બુક કરવાના નામે આરોપીએ જયપ્રકાશ પાસેથી કુલ 70,770 રૂપિયા પડાવી લીધા હતા.




