Baroda

જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં જિલ્લા પંચાયતની હરણી વિસ્તારની જમીન પરના ગેરકાયદે કબજાનો 4 વર્ષે ચુકાદો આવ્યો છે. મનિષા ચાર રસ્તા પાસે રહેતા વિનોદભાઇ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સુપ્રિમ લોરી સપ્લાયર્સના પ્રોપરાયટર સત્તારભાઇ ધાણીવાલાએ આ જમીન પચાવી પાડી હતી. કલેક્ટરની સમિતિએ ગેરકાયદે દબાણ સાબિત થતાં હરણી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ

Vadodara News : જિલ્લા પંચાયતની હરણી વિસ્તારમાં આવેલી જમીન પર ગેરકાયદે કરેલા કબજા અંગે લેન્ડ ગ્રેબિંગની થયેલી અરજીનો ચાર વર્ષે ચુકાદો આવ્યો છે. જેના આધારે હરણી પોલીસે ગેરકાયદે દબાણ કરનાર સામે ગુનો દાખલ કર્યો છે.
વડોદરા મનિષા ચાર રસ્તા પાસે ગવર્મેન્ટ ક્વાટર્સમાં રહેતા વિનોદભાઇ નાગજીભાઇ ચવધરી જિલ્લા પંચાયતમાં છેલ્લા પોણા બે વર્ષથી કાર્યપાલક ઇજનેર તરીકે નોકરી કરે છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હરણીમાં આવેલી જમીન કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પંચાયત વડોદરાના નામે કબજેદારમાં સંયુક્ત ચાલે છે. જે જમીનમાં ચાર વર્ષ પહેલા ફેન્સીંગ કરવા માટે આયોજન કરતા માલૂમ પડયું કે, આ મિલકત પર આરોપી સુપ્રિમ લોરી સપ્લાયર્સ અને ફ્રેટ કેરિયર વે બ્રિજના પ્રોપરાયટર સત્તારભાઇ આદમભાઇ ધાણીવાલા (રહે. નાગરવાડા) એ ગેરકાયદે કબજે કરેલી છે. જેથી, તેઓને તા.21-02-2022 ના રોજ અમારી કચેરીથી પત્ર લખી ગેરકાયદે કબજો ખાલી કરી દબાણ સ્વ ખર્ચે દૂર કરવા અંગેની નોટિસ આપી હતી. તેઓએ સામે એવો જવાબ આપ્યો હતો કે, કોઇ કબજો કર્યો નથી.
જેથી,તત્કાલીન કાર્યપાલક ઇજનેર નૈનેશ મુકેશચંદ્ર નાઇકાવાલાએ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી કરી હતી. અરજીની તપાસ કાર્યવાહી થઇ હતી. તા.18-07-2026 ના રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલી મિટિંગમાં સમિતિના સભ્યો દ્વારા સર્વાનુમતે આરોપી સુપ્રિમ લોરી સપ્લાયર્સ અને ફ્રેટ કેરિયર વે બ્રિજના પ્રોપરાયટર સત્તારભાઇ ધાણીવાલાએ ગેરકાયદે દબાણ કર્યું હોવાનું જણાઇ આવતા પોલીસ ફરિયાદ કરવા ઠરાવ થયો હતો. હરણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.