Baroda

ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ : 20 લાખના બેલેન્સ વાળી માસ્ટર આઇડી સાથે એક આરોપી ઝડપાયો

By GS Team
22 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં LCB ઝોન-04 ટીમે મચ્છીપીઠ નાકા પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપ્યું છે. પોલીસે મોહમંદ અમ્માર શેખ નામના 21 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 20,00,000/-ના બેલેન્સવાળી બે ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈડી મળી આવી હતી. પોલીસે કુલ 1,70,390/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં સુલતાન ખાન સહિત 4 અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ : 20 લાખના બેલેન્સ વાળી માસ્ટર આઇડી સાથે એક આરોપી ઝડપાયો

Vadodara: લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-04ની ટીમે મચ્છીપીઠ નાકા પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના જુગારનું રેકેટ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે.

નાયબ પોલીસ કમિશનર ઝોન-04 શ્રી એન્ડ્રુ મેકવાનના માર્ગદર્શન હેઠળ ઝોન-04 LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે બર્ગમેન મોપેડ (નં. GJ-06 UD-2661)નો ચાલક મોહમંદ અમ્માર સફીકભાઇ શેખ મચ્છીપીઠ નાકા પાસે પોતાના ઓળખીતા પાસેથી મેળવેલી ક્રિકેટ સટ્ટાની આઈડી મારફતે ઓનલાઈન સટ્ટો રમી અને રમાડી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરીને 21 વર્ષીય આરોપી મોહમંદ અમ્માર શેખ (રહે. નિસાત કોમ્પલેક્ષ, કારેલીબાગ, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. તેના મોબાઈલ ફોનની તપાસ કરતા ક્રિકેટ સટ્ટાની બે માસ્ટર આઈડી મળી આવી હતી, જેમાં તપાસ દરમિયાન 20,00,000/- (વીસ લાખ રૂપિયા)નું બેલેન્સ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી કુલ 1,70,390/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં 1,30,000/-ની બર્ગમેન મોપેડ, ₹40,000/-ની કિંમતના બે મોબાઈલ ફોન, 390/- રોકડા તેમજ G-Pay ટ્રાન્ઝેક્શન અને સટ્ટા આઈડીના સ્ક્રીનશોટની નકલોનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં માસ્ટર આઈડી આપનાર સુલતાન ખાન (રહે. રાજગઢ, એમ.પી.) સહિત તોસીફ માજીદ શેખ (રહે. જલાલપુરા, જંબુસર, ભરૂચ), ફૈઝલ ઇકબાલ મલેક (રહે. જેતલપુર, વડોદરા) અને ગુલામ રસુલ ઉર્ફે મુન્ના ચાચુ મલેક (રહે. પાદરા, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.