Baroda

વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની સામે ઝૂંપડપટ્ટી દૂર કરવાની કાર્યવાહીમાં વિલંબથી વિવાદ

By GS Team
16 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશન સામે સરકારી જમીન પર 50 જેટલાં ઝૂંપડાંનું દબાણ પ્રોજેક્ટ માટે માથાનો દુખાવો બન્યું છે. મલ્ટી લેવલ પાર્કિંગ અને ફૂટ ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવા છતાં, દબાણ દૂર કરવાના પ્રયાસો અટવાયા છે. સંબંધિત વિભાગો એકબીજા પર દોષારોપણ કરતા હોવાથી, કલેક્ટરની બેઠક અને સ્થળ મુલાકાત છતાં કાર્યવાહી થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની સામે ઝૂંપડપટ્ટી દૂર કરવાની કાર્યવાહીમાં વિલંબથી વિવાદ

Vadodara Bullet Train Project : વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન સ્ટેશનની સામે જ આવેલી સરકારી જમીન પર ઝૂંપડાંનું દબાણ હોવા છતાં તેને દૂર કરવાની કાર્યવાહી અટવાઈ છે. એક તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટી લેવલ પાર્કિંગ અને ફૂટ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ સ્ટેશનની નજીક ખુલ્લા વરસાદી કાંસના કાંઠે અંદાજે 50 ઝૂંપડાં ઊભાં થઈ ગયાં છે. આ દબાણ દૂર કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા વારંવાર સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાથી કાર્યવાહી આગળ વધી શકી નથી.
બુલેટ ટ્રેન સ્ટેશન એરિયાની સામે સર્વે નંબર 611માં આવેલી માર્ગ અને મકાન વિભાગની જમીન મલ્ટી લેવલ પાર્કિંગ તથા ફૂટ ઓવરબ્રિજના હેતુ માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ પાસેથી ખરીદવામાં આવી છે. 17,908.4,836 ચોરસ મીટર જમીન આ હેતુ માટે લેવામાં આવી છે. હાલમાં આ સ્થળે પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આ દબાણો દૂર થાય તો કામગીરીમાં ઝડપ આવે અને વરસાદી કાંસ પહોળો થઈ શકે તેમ છે તેવું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિભાગનું કહેવું છે.
જોકે, રેલવે સ્ટેશનની નજીકથી પસાર થતા ખુલ્લા વરસાદી કાંસના કાંઠે ઝૂંપડાં બાંધીને દબાણ કરવામાં આવ્યું છે. 50 ઝૂંપડાંના કારણે પ્રોજેક્ટ વિસ્તારની આસપાસ દબાણનો પ્રશ્ન ઊભો થયો છે. આ દબાણ દૂર કરવા ગત મહિને વડોદરા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. બેઠક બાદ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી.
આ દરમિયાન ઝૂંપડપટ્ટીમાં રહેતા દબાણકર્તાઓને સરકારની વિવિધ આવાસ યોજનાઓ હેઠળ મકાનો ફાળવવામાં આવ્યાં હોવાની વિગતો અને તેની યાદી પણ રજૂ કરવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર કરવાની કામગીરીનો અમલ થયો નથી.
તાજેતરમાં આ મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર અને એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને દબાણ દૂર કરવા તથા આ અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેક્ટ મેનેજરને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે અગાઉ વર્ષ 2025માં પણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આમ, વારંવાર રજૂઆતો, કલેક્ટરની બેઠક અને સ્થળ મુલાકાત બાદ પણ દબાણ દૂર કરવાની કામગીરી કાગળ પર જ અટવાઈ રહેતાં પ્રોજેક્ટની આસપાસના દબાણનો પ્રશ્ન યથાવત્ છે.