Baroda

વાઈબ્રન્ટ સમિટ માટે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓને લઈ જવા 35 બસ મુકાતા અનેક રૂટ રદ કરાતા વિવાદ

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં GSFC યુનિવર્સિટી ખાતે બે દિવસીય પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું. 19 વિષય આધારિત સેમિનારોમાં 151 નિષ્ણાતો માર્ગદર્શન આપશે. અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોર્પોરેશનના કર્મચારીઓ માટે 35 સિટી બસોની વ્યવસ્થા કરાઈ હતી અને તેમને યુનિફોર્મમાં હાજર રહેવા સૂચના અપાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઈબ્રન્ટ સમિટ માટે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓને લઈ જવા 35 બસ મુકાતા અનેક રૂટ રદ કરાતા વિવાદ

Vadodara Corporation : વડોદરા શહેરમાં આજથી બે દિવસીય પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થયો છે. જીએસએફસી યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી આ સમિટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમિટ દરમિયાન 19 વિષય આધારિત સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ક્ષેત્રના 151 જેટલા નિષ્ણાતો પોતાના અનુભવ અને જ્ઞાનનું માર્ગદર્શન આપશે. ઉપરાંત, અત્યાધુનિક ટેકનોલોજી, ઉદ્યોગ અને નવીન વિકાસને રજૂ કરતું વિશેષ પ્રદર્શન પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સમિટમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખંડેરાવ માર્કેટ સહિત શહેરની વિવિધ વોર્ડ કચેરીઓ પરથી 35 સિટી બસો દોડાવવામાં આવી હતી, જેથી કર્મચારીઓ કાર્યક્રમ સ્થળે પહોંચી શકે.
આ ઉપરાંત મહાનગરપાલિકાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટના યુનિફોર્મમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.