Baroda

વડોદરા શિક્ષણ સમિતિની ચૂંટણીના મુદ્દે ત્રીજા દિવસે પણ વિવાદ જારી : કાર્યકર્તાઓ 'ચૂંટણી સમયે દેવ દુર્લભ, હોદ્દા આપવા સમયે ઠેંગો'ના મેસેજ ફરતા થયા

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં શિક્ષણ સમિતિના સભ્યોની આગામી ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા ભાંજગડ ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર મેસેજોનો મારો ચાલુ રાખ્યો છે. ચૂંટણી ટાણે ફોર્મ ભરી આપનાર વકીલોને બદલે અન્યને મેન્ડેટ અપાતા વિવાદ સર્જાયો છે. કાર્યકર્તાઓએ પાયાના કાર્યકર્તાઓની અવગણના અને ગોડફાધરવાદનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શિક્ષણ સમિતિની ચૂંટણીના મુદ્દે ત્રીજા દિવસે પણ વિવાદ જારી : કાર્યકર્તાઓ 'ચૂંટણી સમયે દેવ દુર્લભ, હોદ્દા આપવા સમયે ઠેંગો'ના મેસેજ ફરતા થયા

Vadodara News : વડોદરા શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી આગામી દિવસમાં યોજાનાર છે. ભાજપે ગઈકાલે જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેને કારણે ભાજપમાં ભાંજગડ ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. સોશિયલ મીડિયા પર કાર્યકર્તાઓને થયેલા અન્યાય અંગે મેસેજો ફરતા થયા છે તો બીજીબાજુ ચૂંટણી સમયે ફોર્મ ભરી આપનાર વકીલોની પેનલમાંથી કોઈને મેન્ડેટ આપવામાં આવ્યો નથી. જ્યારે અન્ય વકીલોને મેન્ડેટ આપતા વિવાદ સર્જાયો છે.
વડોદરા ભાજપ કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર મેસેજોનો મારો ત્રીજા દિવસે પણ ચાલુ રાખ્યો છે. જેમાં એક કાર્યકર્તાએ લખ્યું છે કે, ચૂંટણી ટાઈમે કાર્ય કરતાં તેઓ દુર્લભ હોદ્દો આપવામાં ઠેંગોનું કાર્ટૂન મૂક્યું છે.
પાયાના કાર્યકર્તાની અવગણના, હવે તો પાર્ટીમાં એજ્યુકેટેડની જરૂર છે. અભણની જરૂર નથી તો પછી પાથરણા, ખુરશીઓ કોણ પાથરશે ? ભણેલાને માલુમ થાય કે રેલી અને સભાઓમાં અભણોની સંખ્યા કોણ લાવશે ?
એક કાર્યકર્તાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે પાર્ટીમાં આખી જિંદગી પાથરણા પાથર્યા તેના કરતાં કોઈ નેતાના, જિંદગીના 10 ટકા પાથરણા ઊંચક્યા હોત તો તમે કોઈ જગ્યાએ ગોઠવાઈ જાત. મારા મંતવ્ય મુજબ હવે પાર્ટી મહાન નથી, તમારા ગોડફાધર નેતા મહાન છે. એક કાર્યકર્તાએ હિંન્દીમાં મેસેજ મૂક્યો કે, સિસ્ટમમાં મહેનતની જગ્યાએ સેટીંગ, કાબેલિયતની જગ્યાએ ઓળખાણ, ઈમાનદારીની જગ્યાએ સમજોતા ત્યારે વિકાસ સિર્ફ ભાષણો માટે બચે છે.