Baroda

વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ઓનલાઈન ચકાસણી શરુ કરવા માટે વિચારણા

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીમાં ભવિષ્યમાં પેપર લીક ન થાય તે માટે સત્તાધીશોએ પરીક્ષા પ્રક્રિયાનું ડિજિટાઈઝેશન કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ, ઇન્ટરનલ-એક્સટર્નલ એક્ઝામિનરની નિમણૂક, અને પેપર સેટ કરવા સહિતની તમામ કામગીરી ડિજિટલ થશે. ઉત્તરવહીઓની ઓનલાઈન ચકાસણી પણ કરાશે, જેની શરૂઆત રિએસેસમેન્ટથી થશે. આ માટે 5 સભ્યોની કમિટી બનાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ઓનલાઈન ચકાસણી શરુ કરવા માટે વિચારણા

એમ.એસ.યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં તો પેપર લીકની કોઈ ગંભીર ઘટના નોંધાઈ નથી પરંતુ ભવિષ્યમાં પણ પેપર લીક ના થાય તે બાબતને ધ્યાનમાં રાખીને અને વહીવટી સરળતા માટે સત્તાધીશોએ સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયાનું ડિજિટાઈઝેશન હાથ ધરવાનું નક્કી કર્યું છે.
જેના ભાગરુપે પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરવાથી માંડી, પરીક્ષા માટે ઈન્ટરનલ એક્ઝામિનર તથા એક્સટર્નલ એક્ઝામિનરની નિમણૂંક કરવાની, પેપર સેટ કરીને પરીક્ષા વિભાગને સુપરત કરવા સુધીની તમામ કામગીરીને ડિજિટાઈઝ કરાશે.જેથી અધ્યાપકોને અને ફેકલ્ટી ડીનોને પણ પરીક્ષા વિભાગના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જશે.તેની સાથે સાથે ઉત્તરવહીઓની ચકાસણી પણ ઓનલાઈન કરવા માટે સત્તાધીશો વિચારી રહ્યા છે.જેની શરુઆત રિએસેસમેન્ટ માટેની ઉત્તરવહીઓથી કરવામાં આવશે.જો નિયમિત પરીક્ષાઓની ઉત્તરવહીઓનું પણ ઓનલાઈન એસેસમેન્ટ કરવાનો નિર્ણય લેવાશે તો અધ્યાપકોને સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ સુધી રોજ જવાની જરુર નહીં પડે.
આ પ્રોજેકટ માટે યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરની પણ મદદ લેવામાં આવશે.તેના અમલીકરણ માટે કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશનના કન્વીનર પદે પાંચ સભ્યોની એક કમિટિ બનાવવામાં આવી છે.આ કમિટિ દ્વારા ડિજિટાઈઝેશન પ્રોજેકટ માટેના સૂચનો કરવામાં આવશે અને તેના અમલીકરણ માટેની રુપરેખા નક્કી કરવામાં આવશે.