Baroda

ગોરવામાં કૂતરા પર પ્લાસ્ટિક નાંખી પથ્થરોથી ઘાયલ કરનાર સામે ફરિયાદ

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
ગોરવા વિસ્તારમાં જીવ હિંસાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ગોરવા હાઉસિંગ બોર્ડમાં રહેતા વેપારી જિતેન્દ્રભાઈ સોનીએ પોલીસને જણાવ્યું કે, 23મીએ રાત્રે 3:30 વાગ્યે એક અજાણ્યો શખ્સ કૂતરા પર પ્લાસ્ટિક નાખી પથ્થર વડે નિર્દયતાથી માર મારી રહ્યો હતો. પરિવારે ઘાયલ કૂતરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોરવામાં કૂતરા પર પ્લાસ્ટિક નાંખી પથ્થરોથી ઘાયલ કરનાર સામે ફરિયાદ

ગોરવા વિસ્તારમાં જીવ હિંસાના બનેલા એક બનાવને પગલે પોલીસે સ્ટ્રીટ ડોગને નિર્દયી રીતે માર મારનાર શખ્સ સામે ગુનો નોંધી તેની તપાસ શરૃ કરી છે.

ગોરવા હાઉસિંગ બોર્ડમાં રહેતા વેપારી જિતેન્દ્રભાઇ સોનીએ પોલીસને કહ્યું છે કે ગઇ તા.૨૩મીએ રાત્રે સાડાત્રણેક વાગ્યે કૂતરાના ભસવાના અવાજો આવતા હું બાલ્કનીમાં જોવા નીકળ્યો હતો.આ વખતે એક અજાણ્યો શખ્સ કૂતરા પર પ્લાસ્ટિક નાખી તેને પથ્થરવડે મારતો હોવાથી મેં બૂમ પાડી હતી.હુમલો કરનાર ત્યાંથી ચાલ્યો ગયો હતો અને હું તેમજ મારા પરિવારજનો ઇજાગ્રસ્ત કૂતરાને સારવાર માટે એનિમલ હોસ્પટલમાં લઇ જતા હતા ત્યારે ફરીથી અજાણ્યો શખ્સ આવ્યો હતો અને કૂતરાને લેવા આવ્યો છું તેમ કહેતો હતો.અમે પોલીસને બોલાવતાં તે ચાલ્યો ગયો હતો.જેથી ગોરવા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.