૧૦ વર્ષની બાળકી સાથે બીભત્સ અડપલા કરનાર સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવાયાર્ડ વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકી ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યે ખરીદી કરવા ગઇ હતી. તે દરમિયાન એક અજાણ્યા આરોપીએ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા.
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, નવાયાર્ડ વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકી ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યે ઘરેથી ખરીદી કરવા ગઇ હતી. દુકાન ઘર નજીક જ હોવાછતાં તેને આવવામાં મોડું થતા માતાએ પૂછતા તેણે ગભરાઇને આપવીતી જણાવી હતી કે, એક અજાણ્યો શખ્સ મને પટાવીને ટેમ્પા પાછળ લઇ ગયો હતો. જ્યાં તેણે મારી સાથે શારીરિક અડપલા કર્યા હતા. તેમજ કાલે ફરી મળવા આવજે,નહીં આવે તો માર મારીશ અને જો પોલીસને જાણ કરીશ તોતારૃં ગળું કાપી નાખીશ. મને લાફા પણ માર્યા હતા. ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




