Baroda

સાવલી ખાતેની બે કંપનીઓ સામે ક્લોઝર કાર્યવાહી કરાઈ

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
સાવલીના જૂના સમલાયા ગામની મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે GPCBએ કડક કાર્યવાહી કરી છે. મિરેકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કપિલા હેચરીઝને બંધ કરવાના આદેશ અપાયા છે. 7 જુલાઈના નિરીક્ષણ બાદ મિરેકલ સાયન્સમાંથી ભૂરા રંગનું પાણી મળ્યું હતું. કપિલા હેચરીઝ સંમતિ વિના ચાલતી હતી. જિયો ક્લીનરને પણ નોટિસ ફટકારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવલી ખાતેની બે કંપનીઓ સામે ક્લોઝર કાર્યવાહી કરાઈ

સાવલી તાલુકાના જૂના સમલાયા ગામ ખાતે મિનિ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બે કંપની સામે ક્લોઝર કાર્યવાહી હાથ ધરી છે. મિરેકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કપિલા હેચરીઝને બંધ કરવાના નિર્દેશો આપ્યા છે, જ્યારે અન્ય એક કંપની જિયો ક્લીનરને કારણદર્શક નોટિસ ફટકારી છે.

જીપીસીબીની ટીમે પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલના માર્ગદર્શન હેઠળ ૭જુલાઈ દરમિયાન મિનિ નદીની ઘટનાને લઈ મિરેકલ સાયન્સનું નિરીક્ષણ કર્યું હતું. તપાસમાં કંપનીમાંથી નીકળતી આરસીસી પાઇપમાં ભૂરા રંગનું પાણી વહેતું હોવાનું સામે આવ્યું હતું, જેનો રિપોર્ટ જીપીસીબી ખાતેથી તાજેતરમાં મળ્યો છે.  રિપોર્ટના આધારે કંપનીને બંધ કરવાનો આદેશ અપાયો છે.

બીજી તરફ, કપિલા હેચરી સામે પણ જીપીસીબીએ ક્લોઝરની કાર્યવાહી કરી છે. ગ્રીન કેટેગરીમાં આવતી આ કંપની જરૃરી સંમતિ મેળવ્યા વિના જ કાર્યરત હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત, જિયો ક્લીનર નામની અન્ય એક કંપનીને પણ બોર્ડ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારાઈ છે.