Baroda

શહેરની વિદ્યાર્થિની દેશમાં પાંચમા ક્રમે, 40થી વધુ વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સીએસ ફાઈનલ અને ઈન્ટર પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વડોદરાના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. સીએસ ફાઈનલમાં વૈશાલી લુલાએ દેશમાં 5મો અને ઈન્ટરમાં હર્ષવર્ધન બ્રહ્મભટ્ટે 13મો ક્રમાંક મેળવ્યો છે. વડોદરા ચેપ્ટરના ઇતિહાસમાં પ્રથમ વખત 40થી વધુ વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી પ્રાપ્ત થઈ છે, જે ગર્વની વાત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરની વિદ્યાર્થિની દેશમાં પાંચમા ક્રમે, 40થી વધુ  વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી

ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સીએસ ફાઈનલ( પ્રોફેશનલ પ્રોગ્રામ) અને સીએસ ઈન્ટર( એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે.
આ પરિણામમાં વડોદરાના વિદ્યાર્થીઓ ઝળકયા છે.સીએસ ફાઈનલમાં વડોદરાની વિદ્યાર્થિની વૈશાલી લુલાએ આખા દેશમાં પાંચમો તથા ઈન્ટરમાં હર્ષવર્ધન બ્રહ્મભટ્ટે ૧૩મો ક્રમાંક મેળવ્યો છે.વડોદરામાં પ્રોફેશનલ પ્રોગ્રામના પહેલા ગુ્રપમાં ૩૦ ટકા, બીજા ગુ્રપમાં ૩૧.૫૪ ટકા ઉમેદવારો પાસ થયા છે.જ્યારે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના ગુ્રપ-૧માં ૨૪ ટકા અને ગુ્રપ-૨માં ૨૩.૬૦ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.વડોદરા ચેપ્ટરના ચેરપર્સન સાગર ટેલરે કહ્યું હતું કે, સીએસ ચેપ્ટરના ઈતિહાસમાં પહેલી વખત ૪૦ કરતા વધારે વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી પ્રાપ્ત થઈ છે.અગાઉ લગભગ ૩૨ વિદ્યાર્થીઓને આ રીતે ડિગ્રી પ્રાપ્ત થઈ હતી.

રેન્કની તો આશા જ નહોતી પાસ થવા પરીક્ષા આપી હતી
આખા દેશમાં રેન્કની આશા નહોતી.પાસ થવાના લક્ષ્ય સાથે પરીક્ષા આપી હતી.પરીક્ષાના થોડા દિવસ અગાઉ રોજ ૧૨ કલાક વાંચતી હતી. સોશ્યલ મીડિયા ગમે છે પણ પરીક્ષાના દોઢ મહિના પહેલા એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી નાંખ્યું હતું.મારા ભાભી સીએસ છે અને ભાઈ સીએ કરે છે.ભાઈનું કહ્યું માનીને સીએસ કરવાનું નક્કી કર્યું હતું. મારા પિતા બિઝનેસમેન છે.
વંશિકા લુલા, સીએસ ફાઈનલમાં દેશમાં પાંચમો અને વડોદરામાં પહેલો ક્રમ

પરીક્ષાનું ટેન્શન નહોતું લીધું એટલે જ સફળતા મળી
સીએસ ઈન્ટરની જેમ ફાઈનલ પરીક્ષા પણ પહેલા જ પ્રયત્ને પાસ કરી છે.મેં પરીક્ષા માટે સ્હેજ પણ ટેન્શન નહોતું લીધું અને કદાચ તેના કારણે જ સફળતા મળી છે.માત્ર વાંચવા પર જ ફોકસ કર્યું હતું.પરીક્ષાની તૈયારી માટે મેં ટાઈમ ટેબલ બનાવ્યું હતું. મારી મોટી બેન સીએસ છે અને તેને જોઈને મેં પણ સીએસની ડિગ્રી મેળવવાનું નક્કી કર્યું હતું.પિતા બિઝનેસ કરે છે.
નયના બંસલ, સીએસ ફાઈનલમાં વડોદરામાં બીજો ક્રમે

ધો.૧૨ પછી સોશ્યલ મીડિયાથી દૂર છું
રેન્ક આવશે તેવો વિશ્વાસ નહોતો.સેલ્ફ સ્ટડી પર વધારે ફોકસ કર્યું હતું.ઓનલાઈન લેક્ચર પણ સાંભળતો હતો.અત્યારે બીકોમના ત્રીજા વર્ષમાં પણ અભ્યાસ કરી રહ્યો છું.પરીક્ષા નજીક આવી ત્યારે રોજ ૬ થી સાત કલાક વાંચતો હતો.ધો.૧૨ પછી સોશ્યલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો છે.સીએસ ફાઈનલની પરીક્ષા પણ પહેલા પ્રયત્ને પાસ કરવી છે.
હર્ષવર્ધન બ્રહ્મભટ્ટ, સીએસ ઈન્ટરમાં દેશમાં ૧૩મો અને વડોદરામાં પહેલો ક્રમ