Baroda

વડોદરામાં ઈ-બસમાં સ્ટોપ સ્વીચ દબાવી રીલ બનાવવાનો મામલો : યુવકે માફી માંગી

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ઈ-બસમાં સ્ટોપ સ્વીચ દબાવી રીલ બનાવનાર જયદીપ ઝાલાએ કોર્પોરેશન સમક્ષ માફી માંગી છે. અજ્ઞાનતામાં ભૂલ થઈ હોવાનું જણાવી તેણે ક્ષમાયાચના કરી. આ ઘટનાથી મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા હતા. તંત્રએ આવી પ્રવૃત્તિ ન કરવા અપીલ કરી છે, કારણ કે તેનાથી સુરક્ષા જોખમાય અને સંચાલનમાં વિક્ષેપ પડે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ઈ-બસમાં સ્ટોપ સ્વીચ દબાવી રીલ બનાવવાનો મામલો : યુવકે માફી માંગી

Vadodara Corporation : વડોદરા શહેરમાં ઈ-બસમાં સ્ટોપ સ્વીચ દબાવી રીલ બનાવવાના મામલે વિવાદ સર્જાયા બાદ રીલ બનાવનાર જયદીપ ઝાલાએ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ માફી માંગી છે. યુવકે અજ્ઞાનતામાં આ પ્રકારની રીલ બનાવી હોવાનું જણાવી તંત્રને માફી આપવા વિનંતી કરી છે.
ઈ-બસમાં સ્ટોપ સ્વીચ દબાવી દેવાના કારણે બસમાં એલાર્મ વાગ્યું હતું અને દરવાજો ખુલવાની સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર રીલ મૂકવામાં આવતા ઈ-બસમાં મુસાફરોની સલામતી સામે સવાલો ઊભા થયા હતા.
મામલો ધ્યાન પર આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવી પ્રવૃત્તિ ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તંત્રની સૂચના બાદ જયદીપ ઝાલાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી અને અજ્ઞાનતામાં આ રીલ બનાવી હોવાનું જણાવ્યું હતું.
ઈ-બસમાં ઇમરજન્સી અને સલામતી માટે આપવામાં આવેલા સ્વીચનો મનોરંજન કે સોશિયલ મીડિયા રીલ માટે ઉપયોગ ન થાય તે અંગે તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે. આવી પ્રવૃત્તિથી મુસાફરોની સુરક્ષા જોખમાઈ શકે છે તેમજ બસના સંચાલનમાં પણ વિક્ષેપ પડી શકે છે.