Baroda

વડોદરાના જેતલપુર રોડ ઉપર કારમાં આગ લાગતા અફરાતફરી

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના જેતલપુર રોડ પર કિડની હોસ્પિટલ નજીક આજે સવારે એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બોનેટમાંથી ધુમાડા નીકળતા લોકો ભેગા થઈ ગયા અને પાણીનો છંટકાવ કર્યો. જોકે, આગ વધુ પ્રસરતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ. સદનસીબે, કારમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. વડીવાડી ફાયર ટીમે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના જેતલપુર રોડ ઉપર કારમાં આગ લાગતા અફરાતફરી

Vadodara: વડોદરામાં વાહનોમાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય છે ત્યારે આજે સવારે કારમાં આગ લાગવાનો વધુ એક બનાવ બનતા અફરાતફરી સર્જાઇ હતી.

જેતલપુર રોડ ઉપર કિડની હોસ્પિટલ પાસે આજે સવારે એક કારમાં બોનેટના ભાગે ધુમાડા નીકળતા લોકો ભેગા થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગ વધુ પ્રસરી હતી.

બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડીવાડી ફાયર ની ટીમ મદદ માટે આવી હતી. જોકે ત્યાર પહેલા મોટા ભાગની આગ કાબુમાં આવી ગઈ હતી અને કારની પાછળનો ભાગ બચી ગયો હતો. સારા નસીબે બનાવ બન્યો ત્યારે કારમાં કોઈ હાજર નહીં હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.