Baroda

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
ઈન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઑફ ઈન્ડિયા દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી CA ઇન્ટર પરીક્ષાના પરિણામમાં વડોદરાના 3 વિદ્યાર્થીઓએ દેશના ટોપ-50માં સ્થાન મેળવ્યું છે. હર્ષ સરવૈયાને 16મો, વ્રજેશ પરમારને 46મો અને માનુષ શર્માને 49મો ક્રમાંક મળ્યો છે. વડોદરાનું 23.09% પરિણામ આવ્યું, જેમાં 306 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી સીએ ઈન્ટરની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૫૦માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.જેમાં હર્ષ સરવૈયાને દેશમાં ૧૬મો, વ્રજેશ પરમારને દેશમાં ૪૬મો અને માનુષ શર્માને દેશમાં ૪૯મો ક્રમાંક પ્રાપ્ત થયો છે.
વડોદરામાંથી ૧૩૨૫ વિદ્યાર્થીઓએ સીએ ઈન્ટરના બંને ગુ્રપની અથવા એક-એક ગુ્રપની પરીક્ષા આપી હતી અને આ પૈકી ૩૦૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા વડોદરાનું ૨૩.૦૯ ટકા પરિણામ આવ્યું છે.આ પૈકી ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ હવે સીએ ફાઈનલ માટે ક્વોલિફાય થયા છે.૧૩૪૫ પૈકી ૪૭૩ વિદ્યાર્થીઓએ બંને ગુ્રપની પરીક્ષા એક સાથે આપી હતી અને તેમાંથી ૭૦ વિદ્યાર્થીઓ બંને ગુ્રપ, ૫૬ વિદ્યાર્થીઓ પહેલા ગુ્રપ અને ૯ વિદ્યાર્થીઓ બીજા ગુ્રપની પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે.જ્યારે પહેલા ગુ્રપની પરીક્ષા આપનારા ૫૮૪ પૈકી ૧૧૩ તથા બીજા ગુ્રપની જ પરીક્ષા આપનારા ૨૬૮ વિદ્યાર્થીઓ પૈકી ૫૮ પાસ થયા છે.

પરીક્ષાની તૈયારી વચ્ચે બ્રેક જરુરી છે
રોજ આઠ થી દસ કલાક અભ્યાસ કરતો હતો પણ વચ્ચે- વચ્ચે બ્રેક પણ લેતો હતો.મગજને તરોતાજા રાખવા ફિલ્મો પણ જોતા હતો અને વોલીબોલ પણ રમતો હોત.મારુ માનવું છે કે, સારી રીતે અભ્યાસ કરી શકાય તે માટે બ્રેક લેવો જરુરી છે.સીએ ફાઉન્ડેશનમાં પણ દેશમાં મારો ૧૧મો રેન્ક હતો.સીએ ફાઈનલમાં પણ રેન્ક લાવવાનું લક્ષ્ય છે.ભાઈ સીએ છે અને પિતા બેન્કમાં નોકરી કરે છે.
હર્ષ સરવૈયા, ૪૬૮ માર્કસ, એઆઈઆર ૧૬ અને વડોદરામાં પ્રથમ

સીએના અભ્યાસની સાથે માતાને બિઝનેસમાં પણ મદદ કરી
પિતાનું ૨૦૧૧માં અવસાન થયું હતું.એ પછી માતાએ તેમને લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય સંભાળ્યો હતો.હું પણ અભ્યાસની સાથે સાથે તેમને વ્યવસાયમાં મદદ કરું છું.કોરોના બાદ તો અમારો બિઝનેસ લગભગ ઝીરો થઈ ગયો હતો.હું જરોદ રહું છું અને સીએના અભ્યાસ માટે રોજ વડોદરા અપ ડાઉન કરું છું.સાથે બીકોમનો અભ્યાસ પણ કરું છું.મોક ટેસ્ટથી મારો આત્મવિશ્વાસ વધ્યો હતો.
વ્રજેશ પરમાર, ૪૩૮ માર્ક, એઆઈઆર ૪૬ અને વડોદરામાં બીજો ક્રમ

ભૂલોનું એનાલિસિસ કરવા એઆઈનો ઉપયોગ કરતો હતો
રોજે રોજના અભ્યાસનું રોજે રોજ રિવિઝન કરતો હતો.રોજ ૧૦ કલાક તૈયારી કરતો હતો.મોક ટેસ્ટ પણ આપ્યા હતા.મારા માટે ઓલ ઈન્ડિયા રેન્ક સુખદ આશ્ચર્ય સમાન છે.અભ્યાસ દરમિયાન થતી ભૂલોનું એનાલિસિસ કરવા માટે એઆઈનો ઉપયોગ કરતો હતો.ઘરમાંથી સીએનો અભ્યાસ કરનાર પહેલો વ્યક્તિ છું.પિતા કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરે છે.
માનુષ શર્મા, ૪૩૫ માર્કસ, એઆઈઆર ૪૯ અને વડોદરામાં ત્રીજો ક્રમ