Baroda

વેપારીનો મોબાઇલ હેક કરી 99 હજાર ટ્રાન્સફર કરી લીધા

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં વેપારી દીપિકાબેન પટેલનો મોબાઇલ ફોન હેક કરીને ખાતામાંથી 99,000 રૂપિયા ટ્રાન્સફર કરી લેવાયા હતા. આદિત્ય બિરલા કેપિટલના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી, અજાણ્યા શખ્સે ટેબ્લેટના હપ્તા ભરવાના બહાને વોટ્સએપ પર ફાઇલ મોકલી. પતિના ફોનમાં ફાઇલ ડાઉનલોડ થતાં જ ફોન હેંગ થઈ ગયો અને ગણતરીની મિનિટોમાં 99,000 રૂપિયા ઉપડી ગયા. મકરપુરા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેપારીનો મોબાઇલ હેક કરી 99 હજાર ટ્રાન્સફર કરી લીધા

Vadodara Fraud Case : વડોદરાના વેપારીનો મોબાઇલ ફોન હેક કરી ખાતામાંથી 99 હજાર ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. જે અંગે વેપારીની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
દંતેશ્વર વિસ્તારમાં આવેલી રાજરત્ન સોસાયટીમાં રહેતા દિપીકાબેન જ્યોતિશભાઇ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિને તેમના ધંધાના કામ અર્થે આઇસર ટેમ્પો ખરીદવો હતો. જ્યારે અમે બેંકમાં ટેમ્પાની લોન માટે પ્રોસેસ શરૂ કરી, ત્યારે બેંક તરફથી જાણવા મળ્યું કે મારી દીકરીના ઓનલાઇન અભ્યાસ માટે અગાઉ 'આદિત્ય બિરલા કેપિટલ'માંથી લેવાયેલા ટેબ્લેટના બે હપ્તા બાકી હોવાથી નવી લોન અટકે છે. તેથી અમે જૂની લોનની ચૂકવણી કરી એન.ઓ.સી.મેળવવાનું નક્કી કર્યું હતું.
ગઈ તા.21 સપ્ટેમ્બર 2026ના રોજ મારા મોબાઈલ પર એક કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે આદિત્ય બિરલા કેપિટલમાંથી વાત કરે છે તેમ કહી વિશ્વાસ સંપાદિત કરી વોટ્સએપ પર એક ફાઇલ મોકલી હતી. મારી પાસે આઇફોન હોવાથી તે ફાઇલ ડાઉનલોડ થઈ ન હતી, તેથી તેણે મારી પાસે અન્ય એન્ડ્રોઇડ ફોનનો નંબર માંગ્યો હતો. મેં મારા પતિનો મોબાઈલ નંબર તેને આપ્યો હતો.
ત્યારબાદ મારા પતિના ફોન પર વોટ્સએપ કોલ આવતા ફોનની સ્ક્રીન બ્લેક થઈ ગઈ અને ફોન હેંગ થઈ ગયો. મને શંકા જતાં અમે તુરંત ફોન કટ કરી દીધો હતો. બેંકમાં તપાસ કરાવતા બેંક ખાતામાંથી અમારી જાણ બહાર રૂ.99,000 અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.