વાઘોડિયાના રસુલાબાદ નજીક ડમ્પરચાલકે ટક્કર મારતા બૂલેટ ચાલકને ગંભીર ઇજા થતા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નાસ્તો લઇને પરત ઘરે જતા યુવકની બૂલેટને ટ્રક ચાલકે ટક્કર મારતા મામા ભાણેજને ઇજા થઇ હતી. મામાને ગંભીર ઇજા થતા મોત થયું હતું.
વાઘોડિયા તાલુકાના ઇટોલી ગામે રહેતો રાહુલ ઠાકોરભાઇ ઠક્કર ગઇકાલે મોડી સાંજે બૂલેટ લઇને ઇટોલીથી જરોદ ખાતે નાસ્તો લેવા માટે ગયા હતા. નાસ્તો લઇને તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે જરોદથી વાઘોડિયા જતારોડ પર સૂર્યા નદીના બ્રિજ પહેલા પાછળથી આવતી ટ્રકના ચાલકે તેના બૂલેટને ટક્કર મારતા રાહુલ તથા તેની પાછળ બેઠેલા ભાણેજને ઇજા થઇ હતી. રાહુલને ગંભીર ઇજા થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી સ્થળ પર ટ્રક છોડીને ભાગી જનાર ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.









