બિલ્ડર પિતા - પુત્રે ઇન્વેસ્ટર પાસેથી ૨૧.૪૦ કરોડ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના બિલ્ડર પિતા - પુત્ર સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. અગાઉ વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પછી હવે સીઆઇડી ક્રાઇમ વડોદરા ઝોનમાં પણ ફરિયાદ દાખલ થઇ છે.
તાંદલજાની સનમાદ સોસાયટીમાં રહેતા સલીમભાઇ હમીદભાઇ મેમણ પ્રોપર્ટી લે - વેચનો ધંધો કરે છે. સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં તેમણે (૧) પુરૃષોત્તમ અમથાભાઇ વાઘેલા (૨) આકાશ પુરૃષોત્તમભાઇ વાઘેલા (૩) વિશ્વાંગી આકાશભાઇ વાઘેલા ( ત્રણેય રહે. આરના બંગ્લોઝ, ગોત્રી સેવાસી રોડ) (૪) હેમંત ચેતનભાઇ આશર (રહે. આશર વિલા, સિંઘરોટ, વડોદરા) તથા (૫) દક્ષીત જગદીશભાઇ અગ્રવાલ (રહે. શકુંતલ પાર્ક,શ્રેયસ સ્કૂલની પાછળ, માંજલપુર) ની સામે ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૦ માં આકાશ વાઘેલા તેના પિતા પુરૃષોત્તમ વાઘેલાએ જમીનમાં રોકાણ કરવાથી ૪૦ થી ૫૦ ટ કા નફો થશે તેવી લાલચ આપી હતી.તેમના કહેવાથી મેં વડસરની જમીનમાં ૬ કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે તેઓએ નફા સાથે ૧૦.૮૬ કરોડના ચેક આપ્યા હતા. આ સોદાના એમ.ઓ.યુ.માં અમે ત્રણેય જણાએ સહીઓ કરી હતી. ત્યારબાદ પુરૃષોત્તમ વાઘેલા, આકાશ અને તેમના ભાગીદાર પ્રકાશ પાદરિયાએ કબજા વગરનું બાનાખત કરી આપ્યું હતું. વર્ષ - ૨૦૨૩ માં પિતા - પુત્રે મારી જાણ બહાર આ જમીન બારોબાર વેચી દીધી હતી.
તેવી જ રીતે ધનિયાવી ગામની જમીન તેમજ તેમનો એક બંગલો વેચાણ આપવાના બહાને પણ મારી પાસેથી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી. તદુપરાંત વાઇટ ફ્લેમીંગો સીગ્નેચર આકાશ વાઘેલાએ ફાઇનલ હિસાબ પેટે ડિસેમ્બર ૨૦૨૪ માં પાલડીની ૨૧.૪૦ કરોડની જમીન આપવા માટે એગ્રીમેન્ટ ટુ સેલ કર્યું હતું.પરંતુ, તપાસ કરતા જાણવા મળ્યું કે, જે જગ્યા મને હિસાબ પેટે આપી હતી. તે જગ્યા તેઓએ ડિસેમ્બર - ૨૦૨૪ માં મને લખી આપી હતી. તે જગ્યા જૂન ૨૦૨૫ માં તેઓએ ખરીદી હતી.તેમછતાં વાઇટ ફ્લેમીંગોના પાર્ટનર આકાશ, હેમંત આશર અને દક્ષીત અગ્રવાલે મને ખોટી રીતે આપી હતી. તેઓના આજદીન સુધીના હિસાબ પ્રમાણે મારા ૨૧.૪૦ કરોડ પરત આપ્યા નથી. તેઓએ મારા મિત્ર અમીન રજાહુસેન વસાયા (રહે.હરિયાલી પ્લોટ, ભાવનગર) સાથે પણ જમીનના સોદાના બહાને ૧૨.૩૦ કરોડની છેતરપિંડી કરી છે.




