Baroda

સંજયનગર ખાતે વિશ્વામિત્રી કાંસ પર બિલ્ડર દ્વારા દબાણનો આક્ષેપ

By GS Team
19 Oct 20261 min read
TukuTouch Logo
યુથ કોંગ્રેસે વડોદરાના વોર્ડ 6માં સંજય નગર ખાતે સાંઈ રુચિ અને ડીએમસી ઇન્ફ્રા સ્કીમના સંચાલકો સામે વિશ્વામિત્રી કાંસની જમીન પર દબાણનો આક્ષેપ કર્યો છે. ટાઉન પ્લાનિંગ અધિકારીને લેખિત રજૂઆત કરી સ્થળ તપાસ, દબાણ દૂર કરવા, નુકસાન ભરપાઈ અને દંડ વસૂલવાની માંગ કરી છે. આ દબાણથી કાંસના કુદરતી પ્રવાહને અવરોધ થવાની ભીતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંજયનગર ખાતે વિશ્વામિત્રી કાંસ પર બિલ્ડર દ્વારા દબાણનો આક્ષેપ

વોર્ડ નંબર ૬માં વારસિયા રોડ પર આવેલા સંજય નગર ખાતે નિર્માણ પામી રહેલી સાંઈ રૃચિ અને ડીએમસી ઇન્ફ્રા સ્કીમના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી કાંસની જમીન પર કથિત દબાણ કરાઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે.

રજૂઆત મુજબ, સંગમ-વારસિયા રોડ પર સરકારી અને ખાનગી રહેણાંક યોજનાઓના બાંધકામ દરમિયાન મુખ્ય માર્ગના ભાગે વિશ્વામિત્રી નદીને ભળતી કાંસ પર દબાણ થતું હોવાની બાબત સામે આવી છે. જો આવું હોય તો જાહેર મિલકતને નુકસાન થવાની સાથે કાંસના કુદરતી પ્રવાહ અને તેની જાળવણીમાં અવરોધ ઊભો થવાની શક્યતા છે. આથી સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થળ પર જઈ વાસ્તવિક સ્થિતિની ચકાસણી કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

વધુમાં ઉમેર્યું કે ગેરકાયદે દબાણ જણાય તો દબાણ દૂર કરવામાં આવે. કાંસને થયેલા નુકસાનની તપાસ કરી તેની ભરપાઈ કરાવવામાં આવે અને લાગુ પડતા નિયમો મુજબ દંડ પણ વસૂલવામાં આવે.