વડોદરાના ચાપડ ગામે ભેંસને મગરના મોંઢામાંથી છાેડાવી,ભાયલીમાં 11 ફૂટના મગરનું રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં મગર અને સરીસૃપ બહાર આવી જવાના બનાવો
ચાપડ ગામે પાણીમાં ઉતરેલી ભેંસ પર મગરનો હુમલો,ફાયર બ્રિગેડે છોડાવી
ભાયલી ગામે વરસાદી કાંસમાંથી બહાર આવી ગયેલા ૧૧ ફૂટના મગરનું રેસ્ક્યૂ,બિલ ગામે સ્કૂટરમાં છુપાયેલા કોબ્રાને બહાર કાઢ્યો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
વડોદરામાં વરસાદી પાણી ભરાઇ જવાને કારણે મગર અને સરીસૃપ આવી જવાના જુદાજુદા ત્રણ બનાવ બન્યા હતા.
ચાપડ ગામે વરસાદી કાંસમાં મગર વસવાટ કરી રહ્યો હોવાની વિગતો ચર્ચામાં છે ત્યારે ગઇકાલે સાંજે એક ભેંસ પાણીમાં ઉતરતાં મગરે તેના પર હુમલો કર્યો હતો.ઇજા ગ્રસ્ત હાલતમાં તરફડતી ભેંસને બચાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાતાં મગરને ભગાડયા બાદ એક કલાકે તેને બહાર કાઢીને સારવાર માટે લઇ જવાઇ હતી.
અન્ય એક બનાવ ભાયલીના નાળા પાસે બન્યો હતો.જેમાં ૧૧ ફૂટનો મગર બહાર આવી જતાં લોકોના ટોળાં જામ્યાં હતા.ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં રેસ્ક્યૂઅર જીગ્નેશ પરમાર અને ટીમે તેનું રેસ્ક્યૂ કરી પાણીમાં છોડયો હતો.તો બિલ ગામે એક સ્કૂટરમાં કોબ્રા નજરે પડતાં ફોરેસ્ટની ટીમે સ્કૂટરનો આગળનો ભાગ છૂટો કરી ઝેરી કોબ્રાનું રેસ્ક્યૂ કર્યું હતું.




