વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓને રૂ.4 કરોડની બોનસની ભેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4ના કાયમી કર્મચારીઓને દિવાળી નિમિત્તે રૂ.ચાર કરોડનું એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના નાણાં વિભાગના ઠરાવ અનુસાર વર્ષ 2025-26 માટે 30 દિવસના વેતન જેટલું બોનસ ચૂકવવામાં આવશે. જોકે, બોનસની મહત્તમ મર્યાદા રૂ.7000 નક્કી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા આ અંગે હિસાબી શાખાને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
આ બોનસનો લાભ માત્ર વર્ગ-4ના કાયમી કર્મચારીઓને જ મળશે. 31 માર્ચ 2026ના રોજ નોકરીમાં ચાલુ હોય અને વર્ષ 2025-26 દરમિયાન ઓછામાં ઓછી છ મહિનાની સળંગ નોકરી પૂર્ણ કરી હોય તેવા કર્મચારીઓ બોનસ મેળવવા પાત્ર રહેશે. કર્મચારીએ કરેલી નોકરીના સમયગાળાના પ્રમાણમાં બોનસની ચુકવણી કરવામાં આવશે. બોનસની ગણતરી 31 માર્ચ 2026ના રોજ મળવાપાત્ર પગારના આધારે થશે.
બોનસની ચુકવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. 4 નવેમ્બરે બપોર બાદ આઈ.ટી. વિભાગમાંથી બોનસનાં પત્રકો મેળવી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. ત્યારબાદ 5 નવેમ્બરે ઓડિટ વિભાગમાં ચકાસણી માટે અને 6 નવેમ્બરે હિસાબી શાખામાં ચુકવણીની મંજૂરી માટે પત્રકો રજૂ કરવાના રહેશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 7 નવેમ્બરે બેંક મારફતે કર્મચારીઓના ખાતામાં બોનસની રકમ જમા કરવામાં આવશે. સમયમર્યાદામાં મંજૂર થઈને નહીં આવેલા પત્રકોની ચુકવણી થઈ શકશે નહીં અને તેની જવાબદારી સંબંધિત ખાતા અથવા શાખા અધિકારીની રહેશે.




