Baroda

બાઇક સવાર કાકાનું મોત, ભત્રીજા અને ભત્રીજીનો બચાવ

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
વાઘોડિયા રોડ પર ભાવેશભાઈ નાયક તેમના 3 ભત્રીજા-ભત્રીજી સાથે બાઈક પર સંબંધીના ઘરેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે હાઈવે પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ભાવેશભાઈનું કરુણ મોત થયું હતું. કપુરાઈ ચોકડી નજીક બનેલી આ ઘટનામાં 5 વર્ષના અનિશ, 4 વર્ષના તરુણ અને 8 વર્ષની અસ્મિતાનો આબાદ બચાવ થયો છે. કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાઇક સવાર કાકાનું મોત, ભત્રીજા અને ભત્રીજીનો બચાવ

હાઇવે પર બાઇક સવાર કાકા, ભત્રીજાઓને વાહન ચાલકે ટક્કર મારતા કાકાનું મોત થયું છે. જ્યારે બે ભત્રીજા અને ભત્રીજીનો બચાવ થયો છે.
ભાયલી ગામ ખરીયો ફળિયામાં રહેતા ભાવેશભાઇ સુરેશભાઇ નાયક ગત ૭ મી તારીખે ભત્રીજા અનિશ (ઉં.વ.૫), તરૃણ (ઉં.વ.૪) તથા ભત્રીજી અસ્મિતા (ઉં.વ.૮) ને બાઇક પર બેસાડીને ઘરેથી વાઘોડિયારોડ ખટંબા ગામ પાસે અનંતા શુભારંભમાં રહેતા સંબંધીના ઘરે ગયા હતા. ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે હાઇને પર વાઘોડિયા ચોકડીથી કપુુરાઇ ચોકડીની વચ્ચે કોઇ વાહન ચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. ઇજાગ્રસ્ત ભાવેશનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.