એસ.ટી.બસની ટક્કર વાગતા બાઇક સવારને ગંભીર ઇજા થતા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દોઢ મહિના પહેલા ચકલી સર્કલ પાસે એસ.ટી. બસની અડફેટે ઘાયલ બાઇક સવારનું મોત થયુંહતું. પોલીસે દોઢ મહિના પછી આ અંગે ગુનો દાખલ કર્યો છે.
ગોત્રી રોડ મધર્સ સ્કૂલ પાસે ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહેતા નારસિંહ સોમસિંહ પરમાર સયાજી હોસ્પિટલમાં નોકરી કરતા નિવૃત્ત થયા હતા. તેમનો દીકરો વિરલસિંહ ભાયલી ખાતે રહેતો હતો. ગત ૧૫ મી જુલાઇએ અમદાવાદથી બસમાં બેસીને ડેપોમાં ઉતર્યો હતો. ત્યાંથી તે બાઇક લઇને ઘરે જતો હતો. તે દરમિયાન ચકલી સર્કલ પાસે એસ.ટી. બસનો ડ્રાઇવર તેને ટક્કર મારીને ભાગી ગયો હતો. બાઇક સવારને ડાબા હાથની કોણી તથા માથામાં ડાબી બાજુ કાન પર ઇજા થઇ હતી. તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને સારૃં લાગતા રજા લઇને ઘરે આવી ગયો હતો. બે દિવસ પછી ફરીથી તબિયત બગડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ફરીથી દવા લઇને તે ઘરે જતો રહ્યો હતો. ૨૦ મી તારીખે મોડી રાત્રે ફરીથી તે બીમાર પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. નારસિંહભાઇનું જણાવવું છે કે, પોલીસ અમારી ફરિયાદ લેતી જ નહતી. ઘણા ધક્કા ખવડાવ્યા પછી અમારી ફરિયાદ લીધી છે.




