Baroda

પાદરાની પરિણીતા પર દુષ્કર્મના ગુનામાં આરોપીના જામીન નામંજૂર

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
પાદરામાં પરિણીત મહિલાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી ઓમકાર ઉર્ફે ઓમ તેજશકુમાર ગાંધીની આગોતરા જામીન અરજી વડોદરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીએ હોટલ રોયલ સિટિમાં મહિલાને બોલાવી, ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે હોટલ રજિસ્ટરમાં નોંધણી અને અન્ય પુરાવાના આધારે તપાસ ચાલુ રાખી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાદરાની પરિણીતા પર દુષ્કર્મના ગુનામાં આરોપીના જામીન નામંજૂર

પાદરા નગર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને પ્રેમસંબંધ ચાલુ રાખવા  બ્લેકમેલ કરી મરજી વિરૃધ્ધ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા  અરજદાર/આરોપી ઓમકાર ઉર્ફે ઓમ તેજશકુમાર ગાંધી (રહે.પાદરા ટાઉન)ની આગોતરા જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

ગત્ ૬-૧૦-૨૦૨૬ દરમિયાન ઓમકાર સામે પરિણીતા સાથે મિત્રતા કેળવી, ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કારનો ગુનો પાદરા પોલીસ સ્ટેશને નોંધાયેલો છે. જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા સરકારી વકીલની તપાસ અધિકારીના સોગંદનામાના આધારે દલીલો હતી કે આરોપીએ જાસપુર રોડ પર આવેલી હોટલ રોયલ સિટિમાં પરિણીતાને બોલાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી સંમંતિ વિરૃધ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે.

વધુમાં દલીલ હતી કે  પરિણીતાએ હકીકતની જાણ પોતાના પતિને કરતા સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. ઓમકાર  પીડિતાની પાછળ પડી ગયો હોઈ પ્રેમસંબંધ ચાલુ રાખવા દબાણ કરે છે. મળવા ના આવે તો ફોટા તેના પતિને મોકલી દેવાનું જણાવે છે. આમ,પરિણીતાને બ્લેકમેલ કરી હોટલમાં બોલાવી મરજી વિરૃધ્ધ બળાત્કારનો ગંભીર આરોપ છે. હોટલના રજિસ્ટરમાં એમની નોંધણી પણ છે.

કોર્ટે નોંધ્યું કે પોલીસે હોટલના રજિસ્ટરમાં ઓમકાર અને પરિણીતાની  નામજોગ અન્ટ્રી છે. ફરિયાદમાં થયેલા આક્ષેપોમાં સમર્થનકારી પુરાવો જણાય છે. ઓમકાર તેના મોબાઈલફોનમાં રહેલા ફોટાના આધારે બ્લેકમેલ કરે છે તેવા આક્ષેપ હોઈ તપાસ માટે હાજરી જરૃરી જણાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓમકાર અને તેના પિતા ભોગ બનનારની પાછળ પડી ગયા છે અને આરોપીઓ તાંત્રિક પ્રવૃત્તિ જાણતા હોઈ તાંત્રિક વિધિ કરી દુષ્કર્મ આચર્યું છે હોવાનું પરિણીતાની અરજીમાં જણાવાયું છે.