Baroda

વડોદરાની કેનાલમાં વધુ એક યુવક ડુબ્યો,ફાયર બ્રિગેડે ચાર કલાક શોધખોળ કરી

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ભીમપુરા કેનાલમાં વધુ એક યુવક ડૂબ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. લક્ષ્મીપુરા વિસ્તારનો ગુમ થયેલો યુવક કેનાલમાં ડૂબ્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે કેનાલ પાસેથી યુવકની બાઇક, મોબાઇલ અને ચંપલ શોધી કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે 1 કિમી વિસ્તારમાં 4 કલાક સુધી શોધખોળ કરી, પરંતુ યુવકનો પત્તો મળ્યો ન હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની કેનાલમાં વધુ એક યુવક ડુબ્યો,ફાયર બ્રિગેડે ચાર કલાક શોધખોળ કરી

વડોદરાની કેનાલમાં વધુ એક યુવક ડુબ્યો હોવાનો બનાવ બનતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.
વડોદરાની ભીમપુરા કેનાલમાં બે દિવસ પહેલાં આટીઆઇના બે વિદ્યાર્થી ડુબ્યા હોવાનો બનાવ બન્યા બાદ આજે બપોરે લક્ષ્મીપુરા વિસ્તારનો ગુમ થયેલો એક યુવક ડુબ્યો હોવાની પરિવારના સદસ્ય દ્વારા આશંકા વ્યક્ત કરાતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
લક્ષ્મીપુરા પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કેનાલ પાસેથી યુવકની બાઇક અને મોબાઇલ મળી આવ્યા હતા.જ્યારે થોડે દૂર ચંપલ પણ મળ્યા હતા.જેથી ફાયર બ્રિગેડ દ્વારા એક કિમી વિસ્તારમાં ચાર કલાક સુધી શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ યુવકનો પત્તો મળ્યો નહતો.