Baroda

છોટાઉદેપુર સિવિલના ઓર્થોપેડિક સર્જન સાથે 5 કરોડની લોન અપાવવાના નામે 5લાખની ઠગાઇ

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના ડો. મહેશ વાઘેલાને 5 કરોડની લોન અપાવવાના બહાને રાજકોટના હાર્દિક સોલંકીએ 5 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. ગોરવાની લાભ રેસિડેન્સી નજીક રહેતા ડોક્ટરે ઓનલાઈન લોન શોધતી વખતે રીતુ નામની મહિલા દ્વારા હાર્દિકનો સંપર્ક કર્યો હતો. હાર્દિકે HR ફિનકોરના નામે લોન આપવાનું કહી એડવાન્સ ફી પેટે 5 લાખ પડાવ્યા હતા. લોન ન મળતા ડોક્ટરે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુર સિવિલના ઓર્થોપેડિક સર્જન સાથે 5 કરોડની લોન અપાવવાના નામે 5લાખની ઠગાઇ

છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરને રૃ.પાંચ કરોડની લોન અપાવવાના નામે રાજકોટના એક ભેજાબાજે રૃ.પાંચ લાખનો ચૂનો ચોપડતાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ગોરવાની લાભ રેસિડેન્સીનજીક શુભમ પાર્કમાં રહેતા અને છોટાઉદેપુર સિવિલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા ડો.મહેશ બાબુભાઇ વાઘેલાએ પોલીસને કહ્યું છે કે,મારે હોસ્પિટલ બાબતે લોનની જરૃર હોવાથી ઓનલાઇન સર્ચ કરતો હતો.
આ દરમિયાન રીતુ નામની મહિલાનો મારા પર ફોન આવ્યો હતો અને તમને કેટલી લોનની જરૃર છે તેમ પૂછી રાજકોટના હાર્દિક રણવીર સોલંકી(પૂનમ સોસાયટી,પટેલ બોર્ડિંગ,મવડી પ્લોટ,૧૫૦ ફૂટ રિંગરોડ,રાજ કોટ)નો સંપર્ક નંબર આપ્યો હતો.
ડોક્ટરે કહ્યું છે કે,મેં હાર્દિક સોલંકી સાથે વાત કરતાં તેણે એચ આર ફીનકોર ના નામે લોન અપાવવાનું કામ કરતો હોવાનું કહ્યું હતું.મેં રૃ.પ કરોડની લોન માટે કહેતાં તેણે બે-ત્રણ દિવસમાં મળી જશે અને તેના માટે એક ટકો એડવાન્સ ફી આપવી પડશે તેમ કહ્યું હતું.તેણે મને એગ્રીમેન્ટ મોકલતાં મને વિશ્વાસ બેઠો હતો.જેથી મેં તા.૨૮-૧૧-૨૫ના રોજ રૃ.૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ ત્યારબાદ તેણે લોન અપાવી નથી અને બહાના કાઢી રહ્યો છે.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.