Baroda

શહેરમાં વાયરલ બીમારીઓના દર્દીઓમાં ચિંતાજનક ઉછાળો

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
શહેરમાં વાયરલ રોગોનો કહેર વધતા ખાનગી દવાખાના ઉભરાયા છે. પશ્ચિમ ઝોનના ગોકુલનગર ખાતે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા યોજાયેલ નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરમાં 352 નાગરિકોની તપાસ કરાઈ. જેમાં શરદી-ખાંસી, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના 347 દર્દીઓને સ્થળ પર જ સારવાર અપાઈ, જ્યારે 3 દર્દીઓને વધુ સારવાર માટે રિફર કરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં વાયરલ બીમારીઓના દર્દીઓમાં ચિંતાજનક ઉછાળો

શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતની વાયરલ રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાનગી દવાખાના દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે ત્યારે મ્યુનિ.કોપોરેશન દ્વારા પશ્વિમ વિસ્તારમાં આયોજિત આરોગ્ય તપાસ શિબિરમાં ૩૫૨ નાગરિકોને તપાસી ૩૪૭ દર્દીઓને સ્થળ પર સારવાર અપાઈ છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં તબક્કાવાર નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરાઈ રહ્યું છે. આજે પશ્વિમ ઝોનમાં ગોકુલનગર ખાતે યોજાયેલ આરોગ્ય તપાસ શિબિરમાં ૧૧૫ પુરુષો, ૧૬૦ સ્ત્રીઓ અને ૬૭ બાળકો મળી કુલ ૩૫૨ લોકોએ તપાસ કરાવી હતી. આ દરમિયાન શરદી-ખાંસીના ૨૮, શંકાસ્પદ મેલેરિયાના ૫, વાયરલ ફિવરના ૩૦, ચામડીના ૬૦, આંખના ૩૫, હાયપરટેન્શનના ૬૭, ડાયાબિટિસના ૪૫, ડેન્ગ્યુના ૩ અને ચિકનગુનિયાના ૨ અને અન્ય બિમારીના કુલ ૭૨ દર્દીઓને સ્થળ પર સારવાર અપાઈ હતી. તેમજ ૩ દર્દીઓને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ રિફર કરાયા હતા.