કેનેડાના પી.આર. વિઝાના બહાને ૪.૫૦ લાખ લઇ એજન્ટ કેનેડા જતો રહ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પત્ની અને બે સંતાનો સાથે કેનેડાના પી.આર. વિઝા મેળવવા માટે એજન્ટને કામ સોંપવામાં આવ્યું હતું. એજન્ટે ૪.૫૦ લાખ પરત નહીં ચૂકવી છેતરપિંડી કરતા પોલીસે એજન્ટ અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે.
ડભોઇ રોડ સોમા તળાવ પાસે સિલ્વર લીફ ડૂપ્લેક્સમાં રહેતા ગૌરાંગ ઇન્દ્રવદનભાઇ પટેલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારે, પત્ની તથા બે સંતાનો સાથે કેેનેડા જવાનું હોઇ મેં ગ્લોબલ સોલ્યુશનની ફેસબૂક પર વિગતો જોઇને સંપર્ક કર્યો હતો. કૃણાલ યોગેશભાઇ ઠક્કરે મારી સાથે વાત કરી તેમની ઓફિસ એટલાન્ટીક હાઇટ્સ, અર્બન ફિટનેશ ગેંડા સર્કલ નજીક, વડોદરા ખાતે મળવા બોલાવ્યો હતો. જેથી,હું તા. ૨૫-૦૧- ૨૦૨૪ ના રોજ તેઓને ઓફિસે મળવા ગયો હતો.કૃણાલે અમારા પરિવારને કેનેડાના પી.આર. વિઝા અપાવવાનો ખર્ચ ૪૮ લાખ કહ્યો હતો. પ્રોસેસ શરૃ કરવા માટે હાલ ૧૨ લાખ તથા પાસપોર્ટ સ્ટેમ્પીંગ થયા પછી બાકીના ૩૬ લાખ આપવાની વાત થઇ હતી. મેં ૧૨ લાખ ચૂકવી દીધા હતા. ૮ થી ૯ મહિનામાં કામ પૂરૃં કરી દેવાની વાત હતી. ૮ મહિના પછી મેં કોલ કર્યો ત્યારે તેમણે IELTS પરીક્ષામાં પાંચ બેન્ડ લાવવાનું કહ્યું હતું. જે પરીક્ષામાં મેં પાંચ બેન્ડ લાવ્યો હતો.ડિસેમ્બર - ૨૦૨૪ માં કેેનેડા ખાતે સેમિનારમાં જવાનું કહીને ગયા પછી કૃણાલ ઠક્કર પરત આવ્યા નહતા. મેં ૧૨ લાખ પરત માગતા તેણે જણાવ્યું હતું કે, મારા પિતા યોગેશભાઇ ઠક્કર ૧૨ લાખ ચૂકવી આપશે. તેમણે ૭.૫૦ લાખ પરત કરી દીધા હતા. પરંતુ, ૪.૫૦ લાખ આપવાના બાકી હતા. પરંતુ, રૃપિયા ચૂકવ્યા નહતા.




