Baroda

મલેશિયાના વર્ક વિઝાના નામે એજન્ટે 1 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં મલેશિયાના વર્ક પરમિટ વિઝાના બહાને સિક્યુરિટી સુપરવાઇઝર પાસેથી 1 લાખથી વધુની છેતરપિંડી થઈ છે. કરણસિંહ જાદવે નારાયણી કન્સલ્ટન્સીના ગૌરવ શુક્લા સામે ફરિયાદ નોંધાવી છે. ગૌરવે 40-45 હજાર પગાર અને મફત સુવિધાઓની લાલચ આપી રૂ. 85 હજાર પડાવ્યા હતા. વિઝિટર વિઝા પર મલેશિયા મોકલી, ત્યાં નોકરી અને સુવિધાઓથી વંચિત રહેતા કરણસિંહ છેતરાયા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મલેશિયાના વર્ક વિઝાના નામે એજન્ટે 1 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી

Vadodara Visa Fraud : મલેશીયાના વર્ક પરમિટ વિઝાના બહાને સિક્યુરિટી સુપરવાઇઝરના ફેમિલી પાસેથી 1 લાખ ઉપરાંતની રકમ પડાવી લઇ છેતરપિંડી કરનારા સામે મકરપુરા પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના હાલોલ કંજરી રોડ પર ધવલ પાર્ક સોસાયટીમાં રહેતા કરણસિંહ નટવરસિંહ જાદવે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ફેબ્રુઆરી 2025માં નારાયણી કન્સલ્ટન્સીની વિદેશમાં નોકરી માટેની જાહેરાત જોઈ હતી. નારાયણ કન્સલ્ટન્સીના ગૌરવ શુક્લાએ મને મલેશિયામાં દર મહિને 40 થી 45 હજારનો પગાર, મફત રહેવા-જમવાનું અને મેડિકલ ખર્ચની લાલચ આપી હતી. તેણે કહ્યું હતું કે વર્ક વિઝા માટે માત્ર રૂ.1 લાખની ફી થશે. તેના પર વિશ્વાસ રાખીને મેં તેને તબક્કાવાર રૂ.85 હજાર ઓનલાઇન ચૂકવ્યા અને સ્ટેમ્પ પેપર પર કરાર પણ કર્યો હતો. ગૌરવૈ કહ્યું કે, તમને વિઝિટર વિઝા પર મલેશિયા મોકલ્યા પછી ત્યાં અમારો એજન્ટ ચંદ્રન રમન તમને નોકરી શોધી આપશે.
ગૌરવ શુક્લાએ મને એક મહિનાના વિઝિટર વિઝા પર 13 ઓક્ટોબર 2025ના રોજ મલેશિયા મોકલી દીધો અને વચન આપ્યું કે ત્યાં પહોંચ્યા પછી વર્ક વિઝા બની જશે. પરંતુ મલેશિયા પહોંચ્યા પછી ત્યાંની કંપનીના માલિકે મને સ્પષ્ટ કહ્યું કે મફત જમવાનું મળશે નહીં અને પગાર પણ માત્ર રૂ.22 હજાર જ મળશે.
મને મારી સાથે ફ્રોડ થયાનો અહેસાસ થતા મેં તરત જ ગૌરવ શુક્લાનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેણે મદદ કરવાને બદલે મારી ભારત પરત આવવાની રિટર્ન ટિકિટ કેન્સલ કરી નાખી. એક મહિના સુધી મલેશિયામાં સ્વખર્ચે જમવાનું આપીને આખરે 10 નવેમ્બર 2025ના રોજ હું ભારત પરત ફર્યો હતો.