Baroda

યુપીથી રિવોલ્વર લાવનાર એજન્ટ પકડાયો,90000માં મિત્રને આપી હતી

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં SOGએ યુપીથી 90,000માં રિવોલ્વર મંગાવી આપનાર એજન્ટ શિવમ મિશ્રાને ઝડપી પાડ્યો છે. શિવમે તરસાલીના મિત્ર ગિરીશ સોલંકી માટે પ્રયાગરાજના આશુતોષ મિશ્રા પાસેથી રિવોલ્વર મંગાવી હતી. પોલીસે રિવોલ્વર કબજે કરી છે, પરંતુ ગિરીશ અને આશુતોષ ફરાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીથી રિવોલ્વર લાવનાર એજન્ટ પકડાયો,90000માં મિત્રને આપી હતી

મિત્ર માટે યુપીથી રિવોલ્વર મંગાવી આપનાર વચેટિયાને એસઓજીએ ઝડપી પાડી રિવોલ્વર કબજે કરી છે.આ રિવોલ્વર ક્યા કારણસર મંગાવી હતી અને અગાઉ કેટલી વાર આવી રીતે સોદા કર્યા છે તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
લાલબાગ બ્રિજ નીચે એસબીઆઇ પાસે કલ્પતરુ એપાર્ટમેન્ટમાં રહેતા શિવમ ઉર્ફે સાધુ ગુલાબશંકર મિશ્રાએ કોઇને રિવોલ્વર અપાવી હોવાની વિગતો મળતાં એસઓજીના પીએસઆઇ આર એન સિસોદીયા અને ટીમે શિવમને ઝડપી પાડયો હતો.પૂછપરછ દરમિયાન તેણે તરસાલીમાં રહેતા મિત્ર ગિરીશ મૂળજીભાઇ સોલંકી(વિશાલ નગર)ને બે મહિના પહેલાં રૃ.૯૦ હજારમાં રિવોલ્વર અપાવી હોવાની વિગતો ખૂલતાં પોલીસે ગિરીશને ત્યાંથી રિવોલ્વર કબજે કરી હતી.
પોલીસને ગિરીશ હાથ લાગ્યો નહતો. જ્યારે,શિવમને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં બે મહિના પહેલાં યુપીના પ્રયાગરાજ નજીક હાટા ગામે રહેતા આસુતોષ મિશ્રા પાસેથી રિવોલ્વર મંગાવી હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે ગિરીશની સાથે આસુતોષને પણ વોન્ટેડ જાહેર કર્યો છે.