Baroda

'લુચ્ચા લફંગા' ફિલ્મમાં અભિનયના બહાને કલાકાર સાથે ઠગાઈ

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા આર્ટિસ્ટ હિતેશ ટીકડિયા સાથે હિન્દી ફિલ્મમાં કામ અપાવવાના બહાને છેતરપિંડી થઈ છે. સંજય મિશ્રા નામના ભેજાબાજે ફેસબુક પર જાહેરાત મૂકી 'કભી ભી કહીં ભી' અને 'લુચ્ચા લફંગા' ફિલ્મમાં કામ આપવાનું કહી, રિફંડેબલ ડિપોઝીટ, કોસ્ચ્યુમ અને રજિસ્ટ્રેશન ફી પેટે કુલ 1.12 લાખ રૂપિયા પડાવી લીધા. કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'લુચ્ચા લફંગા' ફિલ્મમાં અભિનયના બહાને કલાકાર સાથે ઠગાઈ

હિન્દી ફિલ્મમાં કામ અપાવવાના બહાને કલાકાર પાસેથી રૃા.૧.૧૨ લાખ પડાવી લેનાર ભેજાબાજ સામે કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો છે.

અત્રેના વાઘોડિયા રોડ પર રહેતા હિતેશ ટીકડિયા(૬૦) આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. એમણે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, ગત્ ૧૮ ઓગસ્ટે હિતેશભાઈએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબૂક) પર ફિલ્મમાં કામ કરવા માટેની જાહેરાત જોઈ એમાં જણાવેલા મોબાઈલફોન નંબર પર બાયોડેટા મોકલી આપ્યો હતો.

ત્યારબાદ સંજય મિશ્રા નામની વ્યક્તિએ હિતેશભાઈને ફોન કરી કહ્યું કે ફિલ્મમાં કામ કરવા માટે તમારુ સિલેક્શન થઈ ગયું છે અને તમારે 'કભી ભી કહીં ભી' તથા ' લુચ્ચા લફંગા' ફિલ્મમાં કામ કરવાનું છે. ૧૯ ઓગસ્ટે સંજય મિશ્રાએ ફરી ફોન કરી હિતેશભાઈને કહ્યું કે ફિલ્મનું શૂટિંગ શરુ થવાનું છે, આ માટે પ્લેનની ટિકિટ તમને મોકલવાની હોઈ રિફંડેબલ ડિપોઝીટ, કોસ્ચ્યુમ તથા રજિસ્ટ્રેશન ફી પેટે બે ફિલ્મના એક લાખ રૃપિયા ટ્રાન્સફર કરો.

હિતેશભાઈએ ટુકડે-ટુકડે કુલ રૃા.૧.૧૨ લાખ  સંજય મિશ્રાના જણાવ્યા મુજબ ગૂગલ પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા. જોકે સંજય મિશ્રાએ અલગ-અલગ બહાના આગળ ધરી કામ માટે નહીં બોલાવી વધુ રૃપિયાની માગ કરી હતી.આ ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે સંજય મિશ્રા નામની વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.