Baroda

જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં વડોદરાના વિદ્યાર્થીની સિદ્ધિ

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે SGFI દ્વારા 14 ઓગસ્ટે તરણ સ્પર્ધા યોજાઈ હતી. VIP રોડ સ્થિત શ્રી જે.આર. શાહ બ્રાઇટ ડે શાળાના વિદ્યાર્થી પ્રાંશવ ચિરાગભાઈ પટેલે અંડર-14માં 50, 100 અને 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સફળતાથી પ્રાંશવને રાજ્યકક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં વડોદરાના વિદ્યાર્થીની સિદ્ધિ

એસજીએફઆઈ (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા સમા સ્પોર્ટસ્ કોમ્પલેક્સ ખાતે ગત્ ૧૪ ઓગસ્ટે તરણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

આ સ્પર્ધામાં વી.આઈ.પી. રોડ, કારેલીબાગ ખાતે આવેલી શ્રી જે.આર. શાહ બ્રાઇટ ડે શાળાના વિદ્યાર્થી પ્રાંશવ ચિરાગભાઈ પટેલે વડોદરા જિલ્લા તરણ સ્પર્ધામાં શાનદાર દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.

પ્રાંશવે અંડર ૧૪માં ૫૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક, ૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક તથા ૨૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક એમ ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આ સફળતા સાથે પ્રાંશવને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરવાની  તક મળશે.