વડસર બ્રિજ રોડ પર વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકીને આરોપીઓ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના વડસર બ્રિજ નજીક ચાલતી જતી મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ આંચકીને ફરાર થઇ જનાર બાઇક સવાર આરોપીઓને પકડવા માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી છે.
વડસર બ્રિજ રોડ પર અંબિકા સોસાયટીમાં રહેતા નયનાબેન અમૃતલાલ પટેલ (ઉં.વ.60) ગત 13મી તારીખે મારા પૌત્રની સ્કૂલમાં વાલી મિટિંગમાં ગયા હતા. મિટિંગ પૂરી કરીને તેઓ ચાલતા ઘરે પરત આવતા હતા. બપોરે સવા એક વાગ્યે અંબે સ્કૂલથી વડસર બ્રિજ તરફ જતા રોડ પર પાછળથી કાળા કલરની બાઇક પર બે શખ્સ આવ્યા હતા. બાઇકની પાછળની સીટ પર બેઠેલા આરોપીએ નયનાબેને કાનમાં પહેરેલી સોનાની કડીઓ ઝૂંટવી લીધી હતી. અંદાજે અઢી ગ્રામ વજનની બુટ્ટીઓ લૂંટીને બાઇકસવાર આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









