Baroda

SD pay એપ્લિકેશનમાં રોકાણ કરી સિંઘરોટના યુવાને રૃા.૧૧.૩૦ લાખ ગુમાવ્યા

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
સિંઘરોટના યુવાને SD Pay/Apna Pay એપ્લિકેશનમાં રોકાણ કરીને ₹11.30 લાખ ગુમાવ્યા. મિત્રની સલાહ અને સારા નફાની લાલચમાં આવીને બળવંતસિંહ ગોહિલે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી તબક્કાવાર રકમ ટ્રાન્સફર કરી હતી. શરૂઆતમાં ₹1.20 લાખ ઉપાડ્યા બાદ, એકાઉન્ટ અપડેટના બહાને વધુ પૈસા જમા કરાવ્યા. બાદમાં ₹19 લાખ ઉપાડવાનો પ્રયાસ કરતા એપ્લિકેશનનું નામ બદલાયેલું જણાયું અને પૈસા ઉપડ્યા નહીં. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SD pay એપ્લિકેશનમાં રોકાણ કરી સિંઘરોટના યુવાને રૃા.૧૧.૩૦ લાખ ગુમાવ્યા

લોકોની વાતમાં આવી જઇને એસડી પે અપના પે એપ્લિકેશનમાં નાણાંનું રોકાણ કર્યા બાદ સિંઘરોટના યુવાને રૃા.૧૧.૩૦ લાખ ગુમાવ્યા હતાં.
સિંઘરોટ ચોકારીપુરામાં રહેતા બળવંતસિંહ અંબાલાલ ગોહિલે સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા મિત્ર અજીત મહિડાએ મને એસડી પે એપ્લિકેશન વિશે જણાવી તેમાં રોકાણ કરવાથી સારો નફો મળશે અને રોજનું કેશબેક પણ આવશે તેમ કહેતા મેં અલગ અલગ લોકો પાસેથી રિવ્યૂ લેતા મને વિશ્વાસ બેસતા ગુગલ પ્લે સ્ટોરમાંથી એસડી પે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.
ડાઉનલોડ પછી રજિસ્ટ્રેશન કર્યુ હતું અને તા.૧૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ લોગઇન કર્યુ હતું. ડેશબોર્ડ પર માય એસડી પે એકાઉન્ટમાં બેલેન્સ કેવી રીતે ઉમેરવું તેના કુલ ત્રણ સ્ટેપ હતાં જેમાંથી એક સ્ટેપ પસંદ કરી મેં તબક્કાવાર મારા બેન્ક એકાઉન્ટમાંથી રૃા.૧૧.૩૦ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. આ સાથે મેં રૃા.૧.૨૦ લાખ ઉપાડયા પણ હતાં. થોડા સમય બાદ એકાઉન્ટ અપડેટ માટે મેસેજ આવ્યો હતો જેમાં વોલેટમાં તમામે રૃા.૨ હજાર ઉમેરવા જણાવેલ નહી તો કેશબેક એકાઉન્ટમાં મળવાનું બંધ થઇ જશે તેવો ઉલ્લેખ હતો.
મે રૃા.૨ હજાર જમા કરાવ્યા હતાં તે સમયે મારું કુલ બેલેન્સ રૃા.૧૯ લાખ બતાવતું હતું. આ રકમ મેં ઉપાડવા માટે પ્રયત્ન કરતા રકમ ઉપડી ન હતી તેમજ એપ્લિકેશનનું એસડી પે નામ બદલાઇને અપના પે બતાવતું હતું. દરમિયાન ન્યૂઝ પેપરના માધ્યમથી જાણવા મળ્યું હતું કે એસડી પે અપના પે એક ઠગ એપ્લિકેશન છે જેમાં અનેક લોકો ભોગ બન્યા છે. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.