Baroda

અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયેલી મહિલાનો અછોડો તૂટ્યો

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં જુનિયર એન્જિનિયર સંતોષકુમાર લુસ્ટેના ઘરે આવેલા મામાની દીકરી લીલાબેનનું 6.48 ગ્રામ વજનનું મંગળસૂત્ર ચોરાયું. 31મી મેના રોજ સ્વામિનારાયણ મંદિરે દર્શન દરમિયાન બપોરે 12:30 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. પરિવારની અંગત મર્યાદાઓને કારણે તાત્કાલિક ફરિયાદ ન નોંધાવાઈ. પોલીસ હવે આરોપી પકડાયા બાદ ગુનો દાખલ કરે તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયેલી મહિલાનો અછોડો તૂટ્યો

Vadodara : વડોદરાના દંતેશ્વર-તરસાલી રિંગ રોડ પર દર્શનમ એન્ટીકામાં રહેતા સંતોષકુમાર ગંગારામ લુસ્ટે દરજીપુરા એરફોર્સમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. 30મી મેના રોજ તેમની મામાની દીકરી લીલાબેન તથા તેમના પતિ બાબુભાઈ પરિવાર સાથે સંતોષકુમારના ઘરે આવ્યા હતા. બીજા દિવસે એટલે કે 31મી તારીખે પૂનમ હોય તેવો કાર લઈને સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં 12:30 વાગ્યા સુધી રોકાયા હતા. તે દરમિયાન લીલાબેનના ગળામાંથી 6.48 ગ્રામ વજનનું મંગળસૂત્ર કોઈ ચોરી ગયું હતું. સંતોષ કુમારના માતાને લકવો હોય તથા તેમના બહેનને સુરત પાછા જવાનું હોય જે તે સમયે ફરિયાદ કરી ન હતી. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી પોલીસની કાર્યપદ્ધતિ એવી રહી છે કે, આરોપી પકડાયા પછી ગુનો દાખલ કરતી હોય છે આ કિસ્સામાં પણ ચોર પકડાઈ ગયા હોવાને શક્યતા છે.