Baroda

કારેલીબાગ આનંદનગર પાસેથી રુ.સવાત્રણ લાખના દારૃ ભરેલી કાર સાથે ખેપિયો પકડાયો

By GS Team
30 Oct 20261 min read
TukuTouch Logo
કારેલીબાગના આનંદનગર પાસે ખુલ્લા પ્લોટમાં કારમાંથી રૂ. 3.25 લાખની કિંમતની 119 દારૂની બોટલો સાથે કિરણ પ્રજાપતિ ઝડપાયો હતો. ડીસીપી ઝોન-4ની એલસીબી સ્કવોડે વોચ ગોઠવી આ કાર્યવાહી કરી હતી. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 8.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હરિયાણાના સપ્લાયર રાજ યાદવ અને ડિલિવરી લેનાર સામે ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારેલીબાગ આનંદનગર પાસેથી રુ.સવાત્રણ લાખના દારૃ ભરેલી કાર સાથે ખેપિયો પકડાયો

દિવાળી પહેલાં રોજેરોજ દારૃ પકડાઇ રહ્યો હોવાના બનાવ બની રહ્યા છે. કારેલીબાગના આનંદનગર પાસેના ખુલ્લા પ્લોટમાં એક કારમાં દારૃ લાવવામાં આવ્યો હોવાની માહિતી મળતાં ડીસીપી ઝોન-૪ની એલસીબી સ્કવોડે વોચ રાખી હતી. આ દરમિયાન એક કાર પર પોલીસને શંકા જતાં કારને અટકાવી હતી.પોલીસે તપાસ કરતાં કારમાંથી રૃ.સવા ત્રણ લાખની કિંમતની દારૃની ૧૧૯ નંગ બોટલ મળી હતી.કારમાંથી મળી આવેલા કિરણ જીવરાજભાઇ પ્રજાપતિ (આનંદનગર હાઉસિંગ બોર્ડ,કારેલીબાગ)ની પોલીસે ધરપકડ કરી હરિયાણાના સપ્લાયર રાજ યાદવ તેમજ ડિલિવરી લેવા આવનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.પોલીસે દારૃ,કાર અને મોબાઇલ મળી રૃ.૮.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.