Baroda

સુરસાગર તળાવમાં છાશવારે માછલીઓના મોતનો સિલસિલો

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના સુરસાગર તળાવમાં સ્વચ્છતાના અભાવે માછલીઓના મોત થતાં દુર્ગંધ ફેલાઈ છે. વોર્ડ નં.14ના કોંગ્રેસ કાઉન્સિલરે મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી છે. PM મોદીના સ્વચ્છતાના સંદેશ અને ગૃહમંત્રીની પદયાત્રા છતાં, સુરસાગરમાં ગંદકીની વાસ્તવિકતા સામે આવી છે. ઓક્સિજન સિસ્ટમ છતાં માછલીઓ મરતી હોવાથી તપાસ અને દૈનિક સફાઈની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરસાગર તળાવમાં  છાશવારે માછલીઓના મોતનો સિલસિલો

શહેરના હૃદયસમાન સુરસાગર તળાવમાં જ સ્વચ્છતાના અભાવે સ્થિતિ કથળી હોવાનો આક્ષેપ વોર્ડ નં.૧૪ના કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા કરાયો છે.

સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતથી આસપાસમાં દુર્ગંધ ફેલાતી હોઈ કોંગી કાઉન્સિલરે મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરી છે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરના નાગરિકોને સ્વચ્છતાને એક દિવસ પૂરતી કામગીરી નહીં પરંતુ રોજિંદા જીવનનો સ્વભાવ બનાવવાની અપીલ કરી હતી.

બીજી તરફ સુરસાગર તળાવની બહારના રસ્તા પર જ 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ગૃહપ્રધાન દ્વારા પદયાત્રા યોજાઈ હતી. જો તળાવ તરફ થોડા નીચે આવીને સ્થિતિ નિહાળવામાં આવી હોત તો સુરસાગરમાં જ સ્વચ્છતાના બદલે ગંદકીની વાસ્તવિક સ્થિતિ જોવા મળતી તેવું જણાવાયું છે.

વધુમાં ઉમેર્યું કે પાણીમાં લીલ પણ જોવા મળી રહી છે. તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લાખો રૃપિયાના ખર્ચે એરેશન સિસ્ટમ લગાવાઈ છે, તેમ છતાં માછલીઓના સતત મોત થઈ રહ્યાં છે.

માછલીઓના મોત પાછળનું ચોક્કસ કારણ શોધવા, ઓક્સિજનના પ્રમાણની ચકાસણી કરાવવા અને રોજ સફાઈ કરવા માગ કરાઈ છે.