Baroda

વિરોધ વગર સત્યનો અનુરોધ આપતું વ્યક્તિત્વ એટલે સંતત્વ

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
છાણી ગામમાં જન્મેલા જૈન આચાર્ય શ્રીમદ્ વિજય અમરસેનસૂરિજી મહારાજની પુણ્યસ્મૃતિ નિમિત્તે ગુણાનુવાદ સભા યોજાઈ હતી. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય યશોવર્મસૂરિજી મહારાજનું છાણી ગામ દ્વારા ભવ્ય સામૈયું કરાયું. તેમણે અમરસેનસૂરિજીના ધાર્મિક કાર્યોને યાદ કરી જણાવ્યું કે, વિરોધ વિના સત્યનો અનુરોધ કરતું વ્યક્તિત્વ જ સાચા સંતત્વનું પ્રતીક છે. અમરસેનસૂરિજીએ 19 વર્ષે દીક્ષા લીધી હતી અને 100 જિનાલયો બનાવડાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરોધ વગર સત્યનો અનુરોધ આપતું વ્યક્તિત્વ એટલે સંતત્વ

છાણી ગામમાં જન્મેલા જૈન આચાર્ય શ્રીમદ્ વિજય અમરસેનસૂરિજી મહારાજની પુણ્યસ્મૃતિ ઉત્સવ નિમિત્તે ગુણાનુવાદ સભાનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પધારેલા ગચ્છાધિપતિ ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજય યશોવર્મસૂરિજી મહારાજનું સમસ્ત છાણી ગામ દ્વારા ભક્તિભાવપૂર્વક સામૈયું કરાયું હતું. આચાર્ય યશોવર્મસૂરિજી મહારાજે આચાર્ય વિજય અમરસેનસૂરિજીના જીવન અને તેમના ધાર્મિક કાર્યોને યાદ કરી હૃદયસ્પર્શી ગુણાનુવાદ કર્યા હતા.

આચાર્ય યશોવર્મસૂરિજી મહારાજે જણાવ્યું કે વિરોધ કરીને આગળ આવવાનો પ્રયાસ અનેક લોકો કરતા હોય છે. આવા લોકો કદાચ નામના મેળવી શકે, પરંતુ મહાન બની શકે કે નહીં તે મોટો પ્રશ્ન છે. તેની સામે વિરોધ કર્યા વગર સત્યનો અનુરોધ કરતું વ્યક્તિત્વ જ સાચા સંતત્વનું પ્રતીક છે. આચાર્ય વિજય અમરસેનસૂરિજી આવા જ વિરલ વ્યક્તિત્વના સ્વામી હતા.

આચાર્ય વિજય અમરસેનસૂરિજીનો જન્મ આજથી ૯૦ વર્ષ પહેલાં છાણી ગામમાં થયો હતો. માત્ર ૧૯ વર્ષની ઉંમરે એમણે સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી અને ત્યારબાદ જિનશાસનના ઉચ્ચ પદ એવા આચાર્યપદે આરૃઢ થયા હતા. એમના ૭૦મા સંયમ વર્ષ દરમિયાન પણ તેઓ જિનશાસનની પ્રભાવના અને આત્માની આરાધનામાં સતત અગ્રેસર રહ્યા હતા.

જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન એવા આચાર્ય વિજય અમરસેનસૂરિજી શાસ્ત્રોના ગહન અભ્યાસુ હતા. એમની પ્રેરણાથી દક્ષિણ ભારતમાં આશરે ૧૦૦ જિનાલયોનું નિર્માણ થયું છેં. એમણે અનેક પરિવારોમાં ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું છે. એમના જીવનમાં ભક્તિયોગનું વિશેષ મહત્ત્વ હતું.