Baroda

નિઝામપુરામાં ભળતો વાંદરો પકડાયો હતો,દસથી વધુને બચકાં ભરનાર વાંદરે વનકર્મી સહિત ત્રણ પર હુમલો કરતાં પાંજરે પુરાયો

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના નિઝામપુરામાં આતંક મચાવનાર વાનરને ભારે જહેમત બાદ પકડવામાં આવ્યું છે. આ વાનરે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને નિશાન બનાવ્યા હતા. આજે તેણે વનકર્મી સહિત 3 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં એક વનકર્મીને પગે ટાંકા લેવા પડ્યા. વન વિભાગ અને જીવદયા કાર્યકરોની ટીમે સફળતાપૂર્વક વાનરને પાંજરે પૂરી ફોરેસ્ટ ઓફિસે ખસેડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિઝામપુરામાં ભળતો વાંદરો પકડાયો હતો,દસથી વધુને બચકાં ભરનાર વાંદરે વનકર્મી સહિત ત્રણ પર હુમલો કરતાં પાંજરે પુરાયો

નિઝામપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો પર હુમલા કરનાર વાંદરે આજે વન કર્મી સહિત વધુ ત્રણ જણા પર હુમલો કરતાં ભારે જહેમત બાદ તેને કેદ કરવામાં આવ્યો હતો.
નિઝામપુરા ગાર્ડન,રામનગર સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી આવતા જતા લોકો અને મકાનના પ્રાંગણમાં લોકો પર હુમલો કરી લોહીલુહાણ કરનાર વાંદરને ગઇકાલે વનવિભાગની ટીમે પાંજરે પૂર્યો હતો.જો કે આજે સવારે ફરીથી વાંદરે બે જણા પર હુમલો કરતાં ગઇકાલે ભળતો વાંદરો પકડાઇ ગયો હોવાનું જણાઇ આવ્યું હતું.
આજે વનવિભાગ અને જીવદયા કાર્યકરોની ટીમે ફરીથી વાંદરને પકડવા પ્રયાસ કર્યો હતો.જે દરમિયાન વાંદરે એક વનકર્મી પર હુમલો કરતાં તેને પગે ટાંકા લેવા પડયા હતા.ભારે જહેમત બાદ આખરે તોફાની વાંદરને પાંજરે પુરવામાં સફળતા મળતાં તેને ફોરેસ્ટ વિભાગની ઓફિસે લઇ જવાયો છે.