Baroda

યુનિ.માં 11 કરોડના ખર્ચે મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરી બનશે

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 11 કરોડ રૂપિયાના ખર્ચે મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરી બનશે. આ માટે પહેલો હપ્તો યુનિવર્સિટીને મળ્યો છે. રિસર્ચ સેલના ડાયરેક્ટર પ્રોફેસર પી.કે. ઝાના જણાવ્યા મુજબ, વિવિધ મશીનોની ખરીદી થશે. આ લેબથી કેમિકલ, બાયોલોજિકલ, મેટલર્જિકલ સહિતના મટિરિયલની ચકાસણી શક્ય બનશે, જેનો લાભ વડોદરા સહિત મધ્ય ગુજરાતના ઉદ્યોગોને પણ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિ.માં 11 કરોડના ખર્ચે મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરી બનશે

એમ.એસ.યુનિવર્સિટીમાં આગામી સમયમાં મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરીની સુવિધા ઉભી કરવામાં આવશે.આ માટે અલગ અલગ પ્રકારના ૧૧ કરોડ રુપિયાના મશિનોની ખરીદી કરવામાં આવશે.જે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાંટ આપવામાં આવશે.
યુનિવર્સિટીના રિસર્ચ સેલના ડાયરેકટર અને ફિઝિક્સ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર પી કે ઝાએ એક વાતચીતમાં કહ્યું હતું કે, કોઈ પણ મટિરિયલ બનાવવામાં આવે તો તેની પ્રોપર્ટીની ચકાસણી જરુરી હોય છે.તો જ તેની ક્ષમતાનો અને તે જે હેતુથી બનાવવામાં આવ્યું છે તેમાં તેનો ઉપયોગ કેટલી હદે અસરકારક રીતે થઈ શકશે તેનો ખ્યાલ આવતો હોય છે.આ માટે મટિરિયલ કેરેકટરાઈઝેશન લેબોરેટરી ઉભી કરવા અમે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ પ્રસ્તાવ મૂકયા બાદ સરકારે ૧૧ કરોડ રુપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે.જેનો પહેલો હપ્તો યુનિવર્સિટીને મળી પણ ગયો છે.આગામી દિવસોમાં ઈન્સ્ટ્રુમેન્ટસ ખરીદવાની પ્રક્રિયા શરુ કરાશે.એક વખત આ સુવિધા ઉભી થયા ગયા બાદ કોઈ પણ પ્રકારના કેમિકલ, બાયોલોજિકલ, મેટલર્જિકલ સહિતના મટિરિયલની ચકાસણી યુનિવર્સિટીમાં શક્ય બનશે.જેનો લાભ વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ઉદ્યોગોને પણ મળશે.
પ્રો.ઝાએ કહ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટી રાજ્યની એક માત્ર ગ્રાન્ટેડ યુનિવર્સિટી છે જ્યાં આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે.

ંકયા ઈન્સ્ટ્રુમેન્ટસ વસાવાશે
--રમન સ્પેક્ટ્રોસ્કોપી માટે એક્સરે- ડિફ્રેક્શન
--લિકવિડ ક્રોમેટોગ્રાફી- માસ સ્પેકટ્રોમેટ્રી
--ગેસ ક્રોમેટોગ્રાફી- માસ સ્પેક્ટ્રોમેટ્રી
--ફોરિયર ટ્રાન્સફોર્મ ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી
--યુવી અલ્ટ્રાવાયોલેટ- વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી