Baroda
વડોદરાના આજવા રોડ ઉપરથી મોર્નિંગ માટે નીકળેલા સિનિયર સિટીઝનનો અછોડો લૂંટનાર ઝડપાયો
By GS Team
8 Aug 20261 min read
વડોદરાના આજવા રોડ પર સિનિયર સિટીઝનનો અછોડો તોડનાર યોગેશ કહારને ક્રાઈમ બ્રાન્ચે પાણીગેટ પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી સોનાનો અછોડો અને સ્કૂટર કબજે કર્યા. આ ઘટના કમલા નગર નજીક બની હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી સાથે એક સગીર પણ હતો અને તે અગાઉ વાહન ચોરીના કેસમાં પણ પકડાયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Chain Snatching : વડોદરાના આજવા રોડ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટીઝનનો અછોડો તોડનાર ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યો છે.
કમલા નગર નજીક અછોડાની લૂંટના બનેલા બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સીસ મારફતે તપાસ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન પોલીસે પાણીગેટ નજીકથી સ્કૂટર પર જતા યોગેશ રાકેશભાઈ કહારને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી અછોડો અને સ્કૂટર કબજે કર્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપી ની સાથે એક સગીર પણ મદદમાં હોવાની વિગતો ખુલી હતી. આરોપી અગાઉ પણ પાણીગેટ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કેસમાં પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.