Baroda

માંજલપુરમાં લારી ચલાવતા ફેરિયાએ પ્રૌઢ પર જીવલેણ હુમલો કર્યો

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના માંજલપુરમાં શાકભાજીની ફેરી કરતા પ્રેમદાસ ગૌતમે લારી જોઈને ચલાવવાનું કહેનાર રવિન્દ્રભાઈ ગાડે પર હુમલો કર્યો હતો. ગત 23મી તારીખે સવારે અલવાનાકા પાસેથી શાકભાજી લઈને ઘરે ફરતી વખતે, રવિન્દ્રભાઈના પગ પર લારીનું પૈડું ચઢી જતાં તેમણે ચાલકને લારી સંભાળીને ચલાવવા કહ્યું. ઉશ્કેરાયેલા પ્રેમદાસે લાકડાના પાટિયા વડે રવિન્દ્રભાઈના માથામાં 3-4 ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુરમાં લારી ચલાવતા ફેરિયાએ પ્રૌઢ પર જીવલેણ હુમલો કર્યો

Vadodara Crime : વડોદરાના માંજલપુરમાં શાકભાજીની ફેરી કરતા શખ્સને લારી જોઇને ચલાવવાનું કહેનાર પ્રૌઢ પર લાકડાથી હુમલો કરતા ગંભીર ઇજા થઇ હતી.
માંજલપુર ભવાનીનગરમાં રહેતા રવિન્દ્રભાઇ હરિભાઇ ગાડે પોરની એક કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 23 મી તારીખે સવારે હું માંજલપુર અલવાનાકા વિસ્તારમાં શાકભાજી ખરીદવા ગયો હતો. ત્યાંથી ઘરે પરત આવતો હતો. તે દરમિયાન સાડા અગિયાર વાગ્યે રોડ પર સામેથી આવતા એક લારી ચાલક પ્રેમદાસ રૂપલાલ ગૌતમ (રહે. ભૈરવનગર, માંજલપુર, મૂળ રહે. યુ.પી.) ની લારીનું એક વ્હીલ મારા પગ પર ચઢી જતા મેં તેને લારી સંભાળીને ચલાવવાનું કહ્યું હતું. તે મનેગાળો બોલાવ લાગ્યો હતો. હું તેને સમજાવવા જતા તેણે આવેશમાં આવી જાનથી મારી નાખવાના ઇરાદે લાકડાના પાટિયા વડે માથામાં ત્રણથી ચાર ફટકા મારી દીધા હતા. મને ગંભીર ઇજા થતા મારો દીકરો મને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો.