વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વામિત્રી નદીના પટમાં આજે મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતાં માછલીઓના મોત નિપજ્યા છે કે પછી કોઈ મૃત માછલીઓ ફેકીંને જતુ રહ્યું છે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
જીવદયા પ્રેમીના જણાવ્યા મુજબ, વિશ્વામિત્રી નદીમાં બે વર્ષ અગાઉ આ પ્રકારની ઘટના બની ચૂકી છે. નદી કિનારે તણાઈ આવેલી મૃત માછલીઓમાં અલગ અલગ પ્રજાતિની માછલીઓ છે. ખાસ કરીને કેટલીક માછલીઓ દરિયાઈ પ્રજાતિની હોવાનું પણ ધ્યાને આવ્યું છે. આ માછલીઓ નદીમાં જ મૃત્યુ પામી છે અથવા બહારથી કોઈ દ્વારા અહીં ડમ્પ કરવામાં આવી છે તે તપાસનો વિષય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણો, ગંદુ પાણી અને ઔદ્યોગિક પ્રવાહી ભળતા હોવાની ફરિયાદો છાસવારે ઉઠતી રહી છે.આવા સંજોગોમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોતથી અનેક સવાલો ઊભા થયા છે. માછલીઓના મોતનું ચોક્કસ કારણ શું છે તે પાણીના નમૂના, મૃત માછલીઓના નમૂના અને સ્થળ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.




