Baroda

મોર્નિંગ પર નીકળેલા સિનિયર સિટીઝનના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના આજવા રોડ પર 30 જુલાઈએ સવારે 6:30 વાગ્યે મોર્નિંગ વોક પર નીકળેલા 61 વર્ષીય નિવૃત્ત પ્રેમચંદ યાદવ સાથે ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. કામલાનગર તળાવ પાસે બે અજાણ્યા ગઠિયાઓ ટુ-વ્હીલર પર આવ્યા હતા. પાછળ બેઠેલા આરોપીએ પ્રેમચંદભાઈના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી દત્તનગર તરફ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોર્નિંગ પર નીકળેલા સિનિયર સિટીઝનના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ

Vadodara Chain Snatching : વડોદરાના આજવા રોડ પર આવેલી ભાગ્ય લક્ષ્મી ટાઉનશીપમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા 61 વર્ષના પ્રેમચંદ હરીશંકર યાદવ રોજ સવારે તેમના ઘરેથી કામલાનગર તળાવ ખાતે ચાલવા માટે જાય છે. 30 જુલાઈએ સવારે 6:30 વાગે તેઓ રાબેતા મુજબ મોર્નિંગ વોક માટે ગયા હતા. તે દરમિયાન બે અજાણ્યા ગઠીયાઓ ટુ વ્હીલર લઈને આવ્યા હતા અને તેમનાથી થોડી દુર ઊભી રાખી હતી. ટુ વ્હીલરની પાછળ બેઠેલો આરોપી પ્રેમચંદભાઈની પાછળ પાછળ ચાલવા લાગ્યો હતો. અચાનક તેણે પ્રેમચંદ ભાઈના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી હતી અને ટુ-વ્હીલર પર બેસીને દત્તનગર તરફ ભાગી ગયો હતો. ટુ વ્હીલર પર આવેલા આરોપીઓએ સફેદ શર્ટ અને પેન્ટ પહેર્યા હતા.