Baroda

ઓનલાઇન સિંગર માટેની સ્ટાર મેકર એપ પર ઠગ ભેટી ગયો, વડોદરાની મહિલાને બ્લેકમેલ કરી 21.64 લાખ પડાવી લીધા

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ઓનલાઇન સિંગર સ્ટાર મેકર એપ દ્વારા થયેલા પરિચયે એક સિનિયર સિટીઝન મહિલાને 23 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. સેવાસી રોડ પર રહેતા મીનલબેન સાધીનો મધ્યપ્રદેશના હિતેશ ભગોરા સાથે સંપર્ક થયો હતો. હિતેશે માતા બીમાર હોવાનું કહી પૈસા પડાવ્યા અને બાદમાં બ્લેકમેલ કરી ધમકીઓ આપી. ગોત્રી પોલીસે ઠગ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન સિંગર માટેની સ્ટાર મેકર એપ પર ઠગ ભેટી ગયો, વડોદરાની મહિલાને બ્લેકમેલ કરી 21.64 લાખ પડાવી લીધા

Vadodara Cyber Fraud : ઓનલાઇન સિંગર માટેની સ્ટાર મેકર એપમાં થયેલા પરિચયને કારણે વડોદરાની એક મહિલાએ 23 લાખ ગુમાવવાનો વખત આવ્યો છે. પોલીસે મહિલાને બ્લેકમેલ કરતા મધ્યપ્રદેશના ઠગ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરાના સેવાસી રોડ ઉપર કોલેબરા નજીક રહેતા સિનિયર સિટીઝન મીનુબેન સાધીએ પોલીસને કહ્યું છે કે વર્ષ 2022 માં સ્ટાર મેકર એપ મારફતે મારે હિતેશ કોમલલાલ ભગોરા (પંચશીલ સોસાયટી, સેન્ટ મેરી સ્કૂલ પાસે, ભોપાલ મધ્ય પ્રદેશ અને બ્રહ્મબાગ સોસાયટી, ઇન્દોર) સાથે પરિચય થયો હતો.
અમારી વચ્ચે મોબાઇલની આપ-લે થયા બાદ યુવક મને માતા તરીકે સંબોધતો હતો અને તેની સુખ દુઃખની વાતો પણ શેર કરતો હતો. ત્યારબાદ તેણે મને કહ્યું હતું કે મારી માતા સિરિયસ છે અને ઓપરેશનની કરાવવાનું હોવાથી પૈસાની ખૂબ જરૂર છે. જેથી મેં તેના પર ભરોસો મૂકી મારા દાગીના મુથૂટ ફાઇનાન્સમાં ગીરવી મૂકી તેને રૂપિયા આપ્યા હતા.
હિતેશએ મને તેનું આઈકાર્ડ તેમજ લેખિત કરાર પણ મોકલ્યા હતા જેમાં તેણે પૈસા ક્યારે ચૂકવીશ તેની મુદત પણ આપી હતી. પરંતુ ત્યારબાદ તેણે મને બ્લેકમેલિંગ કરવા માંડી હતી અને આપઘાત કરી તમને ફસાવી દઈશ તેમ કહીને વધુને વધુ રૂપિયા પડાવ્યા હતા.
મહિલાએ પોલીસને કહ્યું છે કે, મેં હિતેશને 23.19 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જેની સામે તેણે મને માત્ર 1.55 લાખ રૂપિયા પરત આપ્યા હતા અને બાકીની 21.64 લાખ ઉપરાંતની રકમ હજી મને આપતો નથી અને ધમકી આપ્યા કરે છે. ગોત્રી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
.